Vadodara

વડોદરા : પ્રખ્યાત સુરેશ ભજીયાવાળાના પુત્રની હત્યાનો પ્રયાસ

ફોર્ચ્યુનર કારમાંથી ઉતરેલા ચાર પૈકી એક શખ્સે મારું નામ શક્તિસિંહ છે, તું મને ઓળખે છે, તેમ કહ્યા બાદ યુવકને માર મારી ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકયા, ચાર સામે ફરિયાદ

વડોદરા તારીખ 24
સમતા વિસ્તારમાં પ્રખ્યાત સુરેશ ભજીયા વાળાના પુત્રે વાઘોડિયા રોડ પર બાપુ ચીકન નામની હોટલ ખોલી છે. હોટલમાં ચાર જેટલા શખ્સો જમવા માટે આવ્યા હતા પરંતુ હોટલમાં ખોરાક પતી ગયો હોય તેમને ભોજન મળ્યું નહોતું . તેની અદાવત રાખી ચાર જેટલા શખ્સોએ સમતા વિસ્તારમાં સુરેશ ભજીયા વાળાના પુત્રના ઘર પાસે આવી તું મને ઓળખે છે મારું નામ શક્તિસિંહ છે તેમ કહી તેને માર માર્યા બાદ ચાકુના ચાર જેટલા ધા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા. બુમરાણ મચાવ્યા બાદ લોહીલુહાણ હાલતમાં યુવક જમીન પર ખસડાઈ પડ્યો હતો. લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. ઘવાયેલા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આકાર કોમ્પ્લેક્સમાં રહેતા ગૌરાંગ પઢિયાર સુભાનપુરા વિસ્તારમાં પ્રખ્યાત સુરેશ ભજીયા વાળાનો પુત્ર છે. ગૌરાંગ પઢિયાર વાધોડીયા બ્રીજ પાસે બાપુ ચિકન હોટલ નામની દુકાન ચલાવે છે. ગત 23 જુલાઈના રોજ ગૌરાંગ પઢીયારની દુકાન પર કેટલાક લોકો જમવા માટે આવ્યા હતા. દુકાનમાં કામ કરતા નીરવભાઈ હાજર હોય શક્તિસિંહને જમવાનું પતી ગયું છે તેમ જણાવ્યું હતું. ત્યારે શક્તિસિંહે દુકાનના માલિકને ફોન કરવા જણાવતા નિરવભાઈએ ગૌરાંગ પઢીયારને ફોન કર્યો હતો. ત્યારે શક્તિસિંહે જણાવ્યું હતું કે હું શક્તિ બોલું છું. અને અમે તારી દુકાન પર જમવા માટે આવ્યા છીએ અને આ તારો માણસ જમવાનું પતિ ગયુ છે અને તમને જમવાનુ નહિ મળે તેમ જણાવે છે. જો અમને જમવાનું નહી મળે તો અમે તને જ્યા હોઈ ત્યા આવીને મારીશુ તેમ કહ્યું હતુ. ત્યારબાદ મોબાઈલ પર અપશબ્દો બોલવા લાગ્યો હતો અને ત્યારે ગૌરાંગ પઢિયારે અપશબ્દો બોલવાની ના પાડતા તેણે તુ ક્યા રહે છે તે જણાવ એમ કહ્યું હતું.

જેથી ગૌરાંગ પઢીયારે તેનું રહેવાનુ સરનામું બતાવ્યું હતું અને લોકેશન પણ મોકલી આપ્યું હતું. ત્યારે શક્તિસિંહે તને મળવા માટે આવીએ છીએ તેમ કહ્યું હતું. ત્યારબાદ ગૌરાંગ પઢિયાર તેના મકાનમાંથી નીચેના ભાગે આવીને ઉભો હતો ત્યારે ત્યા એક ફોર્ચુનર સહિત બે કાર ત્યાં આવી હતી.
ત્યારે બે કારમાંથી ત્રણથી ચાર શખ્સ ઉતર્યા હતા જેમાંથી એક શખ્સ ગૌરાંગ પઢિયાર પાસે આવ્યો હતો અને મારૂ નામ શક્તિ છે તું મને ઓળખે છે તેમ કહી દુકાનના માલિક ગૌરાંગ પઢીયાર ને માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ શક્તિ સિંહ સાથે આવેલા અન્ય ત્રણ શખ્સોએ માર માર્યા બાદ તીક્ષ્ણ હથિયાર વડે ચારથી પાંચ ઘા મારી દીધા હતા. દરમિયાન ગૌરાંગ પઢિયારે બુમરાણ મચાવતા ટોળું ભેગું થઈ ગયું હતું જેથી હુમલાખોરો ભાગી ગયા હતા. લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘવાયેલા યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં શક્તિસિંહ સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમાલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top