Vadodara

વડોદરા : પોલીસ પ્રજાની ખરા અર્થમાં મિત્ર છે તે પંકિતના સાર્થક કરી બતાવતી પાણીગેટ પોલીસ

પીઆઇ એચ એમ વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોના માતા-પિતા મહામુસીબતે શોધી કાઢ્યા બાદ સંતાનો સહીસલામત રીતે તેમને પરત સોંપવામાં આવ્યાં..

પોલીસ અંગે લોકોમાં અનેક પ્રકારની ગ્રંથીઓ બંધાયેલી છે. ઘણા લોકો એવુ માને છે કે પોલીસથી હંમેશા દુર રહેવું જોઇએ. ત્યારે પોલીસ દ્વારા લોકોમાં ઘર કરી ગયેલી ખોટી ગ્રંથીઓને દૂર કરવા માટે અનેકાનેક પ્રયત્ન કર્યા અને વિવિધ કાર્યક્રમો થકી હાલમાં પણ કરી છે. પરંતુ પોલીસ પ્રજાની ખરા અર્થમાં મિત્ર છે તે પંકિતને પાણીગેટ પોલીસને સાચી સાબિત કરી બતાવી છે. પીઆઇ એચ એમ વ્યાસના માર્ગદર્શન હેઠળ કરાયેલી પાણીગેટ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોના વાલી વારસોને ભારે જહેમતબાદ શોધી કાઢ્યા હતા અને ત્રણ બાળકો સહી સલામત રીતે તેમના પરિવારને સોંપાયા હતા. જેથી પોલીસની કામગીરીને બાળકોના વાલી વારસો સહિતના સ્થાનિક લોકોએ પણ બિરદાવી છે.

પાણીગેટ પોલીસે આ ત્રણ બાળકોનું પરીવાર સાથે મિલન કરાવ્યું

  •  કિશનવાડી વિસ્તારમાંથી 19 મેના રોજ જાગૃત નાગરિક  વિકાસ માછી તથા નિલેશ તિવારી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક 5 વર્ષીય બાળક રડી રહ્યું હતું. જેથી બંને તેની પાસે જઇને ગુમ થયેલો હોવાનું જણાવી પાણીગેટ પોલીસને સોંપ્યો હતો. પોલીસે પુછપરછ કરતા બાળકે હિન્દીભાષામાં તેનું નામ અનુભવ જણાવ્યું હતું. જેથી પોલીસે તેના માતાપિતાને શોધીને સહિસલામત રીતે પરત સોંપવામાં આવ્યો હતો.
  • બીજા બનાવમાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે રિઝવાનભાઇને 15 જૂને એક 18 વર્ષીય યુવક રોડ પર આમ તેમ દોડતોમળી આવ્યો હતો. જેથી તેઓએ તેની પાસે જઇને પુછપરછ કરતા યુવક કોઇ જવાબ આપવાની વાત તો દુર તેમની સામે જોઇ પણ શકતો ન હતો. યુવક તેમના ખિસ્સામાં મુકેલા મોબાઇલ તરફ ટગરટગર જોયા કરતો હતો. જેથી તેઓએ મોબાઇલ તેને આપતા તેમાં કાર્ટુન જોવા માટે બેસી ગયો હતો. જેથી તેમણે પાણીગેટ પોલીસ સ્ટશેશનમાં સોંપતા પીઆઇ એચ એમ વ્યાસની સુચનાથી ગુમ થયેલા બાળકનો પરિવારને પોલીસે મહામુસીબતે શોધી કાઢ્યો હતો ત્યારબાદ યુવકને તેમને સુપ્રત કર્યો હતો.
  • ત્રીજા બનાવમાં 16 જૂના રોજ સોમાતળાવ પાસે ચાર વર્ષનો બાળક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. જેથી રિક્ષા ચાલકને ઇસ્માઇલભાઇ તેની પાસે ગયા હતા અને નામ પુછતા કોઇ જવાબ આપતો ન હતો.જેથી તેમણે રિક્ષામાં બેસાડી પાણીગેટ પોલીસને સોંપતા પોલીસે તેના માતા પિતાને પગેરુ મેળવીને સહીસલામત રીતે બાળક તેમને સોંપ્યો હતો.

Most Popular

To Top