ઘુષણખોરી કરનાર બાંગ્લાદેશીઓનો આંક 18 પહોંચ્યો, એક વર્ષ અગાઉ મળેલા 6 બાગ્લાદેશી સાથે 24 લોકોના ડિપોર્ટની કાર્યવાહી ચાલુ
પ્રતિનિધિ વડોદરા તા.1
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને વધુ 100 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફાય કરાયા હતા. ત્યારે તેમાં 4 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવતા તેમને ડિટેન્શન સેન્ટર ખાતે મુકવામાં આવી છે. હાલમાં 18 અને એક વર્ષ અગાઉ મળેલા 6 બાંગ્લાદેશી મળી કુલ 24 લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા શહેરમાં ઘૂષણખોરી કરીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરીને 1750 શંકાસ્પદ લોકોને ચેક કરાયા હતા. જેમાં 14 લોકો બાંગ્લાદેશના ડોક્યુમેન્ટ સાથે મળી આવ્યા હતા.ત્યારે પોલીસ દ્વારા 1 એપ્રિલના રોજ ફરી શંકાસ્પદ 100 લોકોના ડોક્યુમેન્ટસની તપાસ કરાઇ હતી. ત્યારે ચાર જેટલી મહિલાઓ બાંગ્લાદેશના નાગરિકો હોવાનું હોવા સાથે મહિલાઓએ ભારત દેશમાં ઘુષણખોરી કરી રહેતી હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારે મહિલાઓને હંગામી ધોરણે ડિટેન્શન સેન્ટર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે. ત્યારે અગાઉ ઝડપાયેલા 14 તથા હાલમાં મળી આવેલી 4 બાગ્લાદેશી મહિલાઓ મળીને 18 તેમજ એક વર્ષ અગાઉ મળેલા 6 બાંગ્લાદેશી મળી કુલ 24 બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઉપરાંત સીઆઇડી સહિતના એજન્સીઓ દ્વારા આ શંકાસ્પદ લોકોની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તેમના કેવી રીતે તેઓ આવ્યા હતા તેમના રુટ, મુવમેન્ટ, લોકલ સંપર્કો, કયા કયા રાજ્યોમાં ગયા તેમજ તેમના સગાસંબંધીઓની પણ તલસ્પર્શી પૂછપરછ કરવા સાથે તેમના જોઇન્ટ ઇન્ટ્રોગેશનની કાર્યવાહી પણ પૂર્ણ થઇ છે.