પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરા શહેરમાં પોલીસ સ્ટેશન સહિત વિવિધ વિભાગમાં ફરજ બજાવતા 22 પીઆઇની વહીવટી કારણોસર આંતરિક બદલીના પોલીસ કમિશનર દ્વારા હુકમ કરાયા છે. જેના કારણે ઘણા અધિકારીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા શહેર પોલીસ વિભાગમા સમયાંતરે આંતરિક પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો ગંજીપો ચીપાતો રહેતો હોય છે. ત્યારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા વહીવટી કારણોસર પોલીસ સ્ટેશનો સહિતના વિભાગમાં ફરજ બજાવતા 22 જેટલા પીઆઇની આંતરિક બદલીના હુકમ કરાયા છે. જેના કારણે ઘણા પીઆઇની તેમની નિષ્ક્રીયતાભરી કામગીરીના કારણે તેમને ટ્રાફિક વિભાગમાં મુકી દેવામાં આવ્યાં છે. જેના કારણે ઘણા અધિકારીઓ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ક્યાં પીઆઇ ક્યાં મુકાયા
પીઆઇ નામ હાલની ફરજનું સ્થળ -બદલીની જગ્યાં
એસ જે પંડ્યાં – નંદેસરી -સયાજીગંજ
બી એન પટેલ – સાઇબર ક્રાઇમ – વિશિષ શાખા
વી એસ પટેલ – મકરપુરા – કંટ્રોલરૂમ
સી એચ આસુદરા – લીવ રીઝર્વ – આઇયુસીએડબલ્યુ
એમ કે ગુર્જર – અટલાદરા – બાપોદ
એમ આર સંગાડા – બાપોદ – અટલાદરા
વાય એમ મિશ્રા – પાણીગેટ – ટ્રાફિક શાખા
એ એમ ગોહિલ – વિશેષ શાખા – મકરપુરા
એમ બી રાઠોડ – સમા – ટ્રાફિક
બી બી કોડિયાતર – કારેલીબાગ સેકન્ડ – સમા
જે એન પરમાર – ટ્રાફિક શાખા – જવાહરનગર
એ બી પટેલ – ટ્રાફિક શાખા – પાણીગેટ
આર એલ પ્રજાપતિ – સિટી સેકન્ડ – છાણી
કે એમ બ્રહ્મભટ્ટ – વાડી સેકન્ડ – ટ્રાફિક શાખા
એ એ વાઘેલા – રાવપુરા સેકન્ડ – નંદેસરી
એ બી મોરી – જવાહરનગર – ટ્રાફિક શાખા
કે ડી માંગરોલા – – સિટી સેકન્ડ
એન જે સોહાગીયા – સયાજીગંજ સેકન્ડ – જે પી રોડ સેકન્ડ
જે ડી પરમાર – સાઇબર ક્રાઇમ – સાઇબર ક્રાઇમ ફર્સ્ટ
એ એમ પરમાર – ટ્રાફિક શાખા – ગોત્રી સેકન્ડ
એલ પી ભારાઇ – – ગોરવા સેક્ન્ડ
ટી એ દેસાઇ – – વારસિયા સેક્ન્ડ