Vadodara

વડોદરા : પોલીસે જ પીસીઆર વાન રોંગ સાઇડ ચલાવી ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવ્યા

જાગૃત નાગરિકે મોબાઇલમાં વીડિયો બનાવતા પોલીસે વાન રિવર્સ લેવી પડી

પ્રતિનિધિ વડોદરા તા.22

પોલીસ દ્વારા રાષ્ટ્રીયમાર્ગ સલામતી માસની ઉજવણીને વિવિધ કાર્યક્રમ કરાઇ રહ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ અપીલ કરતી હોય છે ત્યારે અમિતનગર પાસે પોલીસની પીસીઆર વાન રોંગ રાઇડ ચલાવીને ખુદ પોલીસ ટ્રાફિકના નિયમોના લીરેલારી ઉડાવતા નજરે પડ્યા હતા પંરતુ જાગૃત નાગરિકે મોબાઇલમાં વીડિયો ઉતારતા પોલીસ વાન રિવર્સ લેવી પડી હતી.

ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાઇ રહ્યું છે. બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આહવાન કરાય છે. પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યા છે. જેનો તાજો નમૂનો 22 જાન્યુઆરીના રોજ જોવા મળ્યો હતો. અમિતનગર સર્કલ પાસે કર્મચારી પોલીસની પીસીઆર વાન રોંગ સાઇડ ચલાવીને આવી રહ્યો હતો. જેના કારણે  પીસીઆર વાન જાગૃત નાગરિકની કાર સામે આવી ગઇ હતી. દરમિયાન પોલીસની પીસીઆર વાનનો નાગરિકે મોબાઇલ વીડિયો ઉતારવાનુ શરૂ કરતા પોલીસ કર્મચારી એ પીસીઆર ગાડી રિવર્સ લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસ કર્મચારીએ ગાડીનો ટર્ન લઇને આગળ જવા દીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

Most Popular

To Top