અકોટા બ્રિજ પાસે રાહદારીઓ માટે પોલીસે બનાવેલો ગ્રીન મંડપ ધરાશાયી
વડોદરા: વડોદરામાં પોલીસે બનાવેલો ગ્રીનમંડપ ધરાશાયી થયો છે. જેમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસેનો મંડપ ધરાશાયી થયો છે. રાહદારીઓને ગરમીથી બચાવવા મંડપ બનાવાયો હતો. લક્ઝરી બસચાલકની ગફલતથી મંડપ પડ્યો છે. પોલીસે બનાવેલો ગ્રીન મંડપ ધરાશાયી થયો છે. જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે પોલીસે ગ્રીન મંડપ બનાવ્યો હતો. ભારે ગરમીમાં સિગ્નલ પર રાહદારીઓને સુવિધા માટે મંડપ બાંધ્યો હતો. તેમાં લકઝરી બસના ચાલકની ગફલતથી મંડપ ધરાશાયી થયો છે.
ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તો 44 ડિગ્રી પાર પહોંચ્યો છે. જેને પગલે હાલ રાજ્યમાં ભયંકર ગર્મી વરસે છે. ત્યારે વડોદરામાં વિવિધ ચાર રસ્તાની પાસે ગ્રીન મંડપ બાંધી રાહદારીઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લઝરીબસના બેદરકાર ડ્રાઇવરે વડોદરામાં આ મંડપની ઘરાશાયી કર્યો છે. જેમાં હવે તેના પર કાર્યવાહી કરવા સ્થાનિકો માગ કરી રહ્યાં છે.
વડોદરા પોલીસે ગરમીથી બચવા બનાવેલો મંડપ બસ ચાલકે તોડી પાડ્યો
By
Posted on