વડોદરા શહેરના ભૂતડીઝાપા વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાહન ટોઈંગ કરતા ટો વ્હિકલ પર ખાખીધારી પોલીસ કર્મચારીની હાજરીમાં કેટલાક લોકો જ દારૂની પાર્ટી સાથે જુગાર રમી રહ્યા હતા. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગુજરાત રાજ્યમાં એક તરફ દારૂબંધી છે તેમ છતાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂ બિન્દાસ રીતે વેચાય અને પીવાય છે. તેની સાથે જુગારની પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. શહેરમાં નવરાત્રિ જેવું ધાર્મિક વાતાવરણ ચાલી રહ્યું છે. તહેવારને લઈને શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભુતડીઝાંપા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કર્મીની હાજરીમાં તેમજ તેમના આશિર્વાદથી ટો વ્હિકલ પર જ ચટાઇ પાથરી ઓશિકું મૂકીને રીતસર ખુલ્લેઆમ જુગાર રમાઇ રહ્યો હતો અને દારૂની પાર્ટી પર ચાલી રહી હતી. જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. ત્યારે શું પોલીસ કમિશનર સરકારી વાહન પર તેમજ પોલીસ કર્મચારીની હાજરીમાં જુગાર અને દારૂની પાર્ટી ચાલતી હોય તેમની સામે કડક પગલાં ભરશે ખરા ?