પ્રતિનિધિ વડોદરા તા 19
પોલીસ પ્રજાની કહેવાય છે પરંતુ પોલીસ કર્મચારીનો એક યુવકને માર મારી દાદાગીરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવકે લાઇસન્સ બતાવવાનું કહ્યું હોવા છતાં આ કોન્સ્ટેબલે ખાખીનો રોફ ઝાડી હું પોલીસ છું તેમ કહી યુવકને આરોપી હોય તેમ ડંડા ફટકાર્યા હતા. ઉપરાંત યુવક સામે ગુનો દાખલ કરવાની ધમકી પણ આપી હતી.
વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. જેમાં વડોદરા શહેર તથા ગ્રામ્ય પોલીસે સતત કામગીરી કરી હતી. તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બે શખ્સ ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે તેમને રોક્યા હતા. ત્યારબાદ કોન્સ્ટેબલે પોતાની ખાખીનો રોફ જાડી બે યુવકો સાથે દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. જાણે કોઈ પ્રકારના ઉઘરાણી કરતા હોય તે રીતે લાયસન્સની માંગણી કરી હતી. યુવકે આ કર્મચારીને આપવાનું કહ્યું હોવા છતાં તેણે દબંગીરી કરીને ગાળો બોલ્યા બાદ તેને ડંડા ફટકાર્યા હતા. ઉપરાંત યુવકને તેની સામે ગુનો દાખલ કરવાની પણ ધમકી આપી હતી.