Vadodara

વડોદરા : પોલીસથી બચવા પૂરઝડપે દોડાવેલી કાર એકટીવા સવારને ઉડાવ્યા બાદ સર્વિસ સ્ટેશનમાં ભટકાઈ

ન્યુ વીઆઇપી રોડ પર પીસીઆર વાને શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો, અકસ્માત બાદ કારમાં તપાસ કરતા બે દારૂની બોટલ મળી, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

વડોદરા તારીખ 22
આજવા રોડ પર ઉદ્યોગપતિના ઘરે સનસનાટીભરી 11.75 લાખની લૂંટના કેસમાં લૂટારાઓ ફરાર થઈ ગયા હોય પોલીસે ટીમો બનાવીને તેમની શોધખોળ શરૂ કરી છે. એપી રોડ પરથી શંકાસ્પદ કારનો પીસીઆર અને પીછો કરતા કારમાં બોટલ લઈને જતાં બે યુવકોએ પકડાવાના ડરથી પૂર ઝડપે કાર દોડાવી હતી. દરમિયાન સ્ટેરીંગનો કાબુ ગુમાવતા એક એકટીવા સવારને અડફેટે લીધા બાદ કાર સર્વિસ સ્ટેશનમાં ધડાકાભેર અથડાઈ હતી. કારમાં તપાસ કરતા પોલીસને બે દારૂની બોટલ મળી આવી હતી. બે યુવકો સહિત એકટીવા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.પોલીસે બે યુવકો વિરુદ્ધ અકસ્માત અને પ્રોહીબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ન્યુઆઈપી રોડ પર થી પસાર થતી ઇકો કારનો પોલીસની પીસીઆર વાને પીછો કર્યો હતો. દરમિયાન કારમાં સવાર બે યુવકો પાસે દારૂ બોટલ હોય પોલીસથી બચવા માટે પુરઝડપે કાર દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્ટિયરીંગનો કાબુ ચાલકે ગુમાવતા એક એકટીવા સવારને અડફેટે લીધા બાદ કારના સર્વિસ સ્ટેશનને દિવાલમાં ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત થયા બાદ પોલીસે સ્થળ પર જઈને કારમાં તપાસ કરતા બે દારૂની બોટલ મળી આવી હતી. અકસ્માત ના કારણે કારમાં સવાર યુવકો સહિત એકટીવા ચાલક પણ ઇજાગ્રસ્ત થઈ ગયા હોય તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કારમાં સવાર બે યુવકો વિરુદ્ધ અકસ્માત તથા પ્રોહીબિશનનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજવા રોડ પર તાજેતરમાં જ હથિયાર ધારી લૂંટારૂઓ રુ. 11.75 લાખ લૂંટ ચલાવી ફરાર ગયા હતા. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે શંકાસ્પદ વાહનો સહિતના લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જેને લઈને શંકાસ્પદ ઇકો કારનો પીછો કરતા બે યુવક બોટલ સાથે ઝડપાયા હતા.

Most Popular

To Top