Vadodara

વડોદરા : પોલમ પોલ, હવે તો હદ કરી,કોન્ટ્રાકટર નહીં હોવા છતાં આપી ઓળખ,સ્થાનિક રહીશે ભાંડો ફોડ્યો

આજે સાતમો દિવસ છતાં ગંદકીના સામ્રાજ્યથી ભક્તોમાં વિસર્જનને લઈ રોષ :

વિસર્જન ક્યાંથી થશે તે વાતને લઈ અસમંજસ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

વડોદરા શહેરમાં શ્રીજીના વિસર્જનને લઈને આજે સાતમો દિવસ છે. શહેરના વિવિધ કુત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થશે. તેવામાં શહેરના સરસિયા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને આ જગ્યાએ એક વ્યક્તિએ પોતે કોન્ટ્રાક્ટર હોવાનું જણાવતા સ્થાનિક રહીશે વાંધો ઉઠાવ્યો હતો.

સ્થાનિક રહીશ અતુલ સુર્વેએ જણાવ્યું હતું કે, આ કામગીરી ગણપતિજીની સ્થાપના પહેલા કરવી જોઈતી હતી. પહેલા દિવસે જે ગણપતિની સ્થાપના થઈ ત્યારે થોડી કામગીરી દેખાડી અને ત્યાં સામે જ દેખાય છે કે, તરાપા પર પાણી ઉપર કચરો મૂક્યો હતો. એના પછી આજે સાતમો દિવસ થયો છે બે ત્રણ દિવસ પહેલા મેં રજૂઆત પણ કરી હતી. જે કોન્ટ્રાક્ટર છે કચરો કાઢનારા એમની સાથે મારી વાત થઈ હતી. મને કહે છે કે તળાવ સાફ કરી રહ્યા છે, પરંતુ એ ખોટી વાત હતી. આજે સાતમો દિવસ થયો છે. આજે કામગીરી હમણાં દસ મિનિટ પહેલા જ આ લોકો આવ્યા છે. આજે સાતમો દિવસ છે. વડોદરા શહેરના આજે મોટાભાગના ગણપતિજીનું વિસર્જન થશે. તો આ ક્યા સુધી પહોંચી વળશે. કોન્ટ્રાક્ટર અશોક ચૌધરી છે. મારી એવી વાત થઈ છે એમની સાથે કે જ્યારે કોર્પોરેશન હું એમને મળ્યો ત્યારે મને કીધું કે મારા પાસે બે વર્ષનો કોન્ટ્રાક્ટ છે. પરંતુ જુઠ્ઠું બોલ્યા છે એ, એમની પાસે વર્ષ 2019 થી કોન્ટ્રાક્ટ છે. ત્યારે મેં એમને કીધું હતું કે, પાણી ભરાયું હતું તો આપણે જવા દઈએ. પરંતુ જેટલું બને એટલું ગણપતિજીની સ્થાપના પહેલા તળાવ સાફ થવું જોઈએ. પહેલા દિવસે ,બીજા દિવસે આવ્યા નહીં ત્રીજા દિવસે મેં પાછી વાત કરી તો મને કહે છે કે ના થઈ જશે અને આજે સાતમો દિવસ થયો હમણાં કચરો સાફ કરી રહ્યા છે.

મેં જ્યારે એમને રજૂઆત કરી ત્યારે એમનો માણસ મળવા માટે આવ્યો. ત્યારે મેં કીધું તમે કોણ ? તો કહે છે કે હું પોતે અશોક ચૌધરી. તો મેં કીધું કે તમે અશોક ચૌધરી છો તો એણે કીધું કે હા હું જ છું, તો મેં કીધું અશોક ચૌધરી જે છે જેમનું ટેન્ડર છે એમને સારી રીતે ઓળખું છું. એ ભાઈ પીધેલા હતા અને મારી પાસે વિડીયો રેકોર્ડિંગ પણ છે પણ આ જે વસ્તુ થઈ રહી છે એ તદ્દન ખોટી છે.

Most Popular

To Top