( પ્રતિનિધિ )વડોદરા,તા.8
મુંબઈ વડોદરાને જોડતા હાઇવે નંબર 48 પર રોજના અસંખ્ય નાગરિકો ની અવરજવર થાય છે.એવા જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે છેલ્લા 5 મહિનાથી દરરોજ ટ્રાફિક જામ થાય છે.bઆ બાબતે ધર્મેશ શર્મા દ્વારા વડોદરા ના સાંસદને રૂબરૂ મળીને, લેખિત માં નીતિન ગડકરી,હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા તેમજ હાઇવે ઓથોરિટી ને મેઈલ કરેલ છે. જેના અનુસંધાને સાંસદ દ્વારા આ બ્રીજની 2 વખત મુલાકાત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા રોડનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. એક જ વરસાદ પડતાં ફરી થી જામ્બુવા બ્રીજ પર મોટા મોટા પડી ગયા છે.
જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી ફરી કિલો મીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે અને આજે ફરી સવાર થી પોરથી કરજણ સુધી આશરે 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેમાં હજારો વાહનો ફસાઈ ગયા હતા. જેના કારણે હજારો નાગરિકોના સમય નો વ્યય થાય છે અને લાખો રૂપિયા ના ઇંધણ નો બગાડ થઈ રહ્યો છે. અને આ ટ્રાફિક જામ ના કારણે પોર જાંબુઆ કરજણ અપડાઉન કરતા નાગરિકો હવે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છે અને તમામ ની એક જ માંગ છે કે હવે તાત્કાલિક ધોરણે આ સમસ્યા નો કાયમી ધોરણે ઉકેલ આવે.