પ્રતિનિધિ વડોદરા તા.3
આણંદ આણંદ જિલ્લાના અપહરણ અને બળાત્કારના ગુનામાં જેલમાં સજા કાપતા પાકા કામના કેદીએ ફર્લો રજા પર બહાર આવ્યો હતો. ત્યારબાદ ફરી એક સગીર વયની દીકરીનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. મકરપુરા પોલીસે બળાત્કાર ગુજારનાર આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લામાંથી વર્ષ 2021 માં સગીરાનુ અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેમાં આંકલાવ પોલીસે આરોપી અસરફ અભેસિંગ રાજની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સજા ફટકારી હતી. જેથી આરોપી અસરફને વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. દરમિયાન આરોપીની ફર્લો રજા મંજુર થઈ હતી. જેથી તેને જેલમાંથી મુક્ત થયા બાદ કપુરાઈ બ્રિજ નીચે ખુલ્લામાં રહેતો હતો. દરમિયાન 26 મે ના રોજ મકરપુરા વિસ્તારમાંથી અશરફ અભેસિંગ રાજે ફરી એક સગીરાનુ અપહરણ કર્યા બાદ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે અશરફ રાજની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે અપહરણ અને દુષ્કર્મના આરોપી અશરફ રાજને મકરપુરા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા: પોકસોના ગુનામાં સજા કાપતા કેદીએ ફર્લો રજા પર બહાર આવી ફરી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું
By
Posted on