સ્થાનિકોએ આપેલી માહિતીને ક્રોસ વેરીફિકેશન કરતા કાઉન્સિલરોનો વિરોધ
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક મહિનો થઈ ગયા છતાં પણ આજ દિન સુધી સરકારી સહાય અંગે સર્વે નહીં થતા આજે ભાજપના વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર અને વોર્ડ નંબર 15ના પુરુષ કોર્પોરેટરે તલાટી ઓફિસ ખાતે પહોંચી જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. પૂરની પરિસ્થિતિમાં કાચા પાકા મકાનો હોય તેમાં નુકસાન થયું હોય તેને રૂપિયા 5000ની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે , ત્યારે અનેક વિસ્તારોમાં હજી સર્વે ચાલી રહ્યો છે. પૂર આવ્યાને એક મહિનાનો સમય થઈ ગયો છતાં પણ હજી લોકોને સહાય મળતી નથી.
પૂર્વ વિસ્તારમાં સર્વે કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ભાજપના કોર્પોરેટરો અને તલાટી દફતર વચ્ચે સંકલન રાખીને વિવિધ વિસ્તારોનો સર્વે કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે મહિલા નાયબ મામલતદાર બાપોદ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે પોતાને ઘર ભાડે જોઈએ છે અને આ વિસ્તારમાં પાણી ભરાયા હતા તે કેમ-એમ પૂછતા લોકોએ મકાન ભાડે આપવાનું બહાનું હોવાથી અનેક લોકોએ તેઓને આ વિસ્તારમાં પાણી ભરાયું નથી તેમ જણાવ્યું હતું. જેથી આ વિસ્તારને સહાયથી વંચિત રાખવામાં આવ્યો હતો.
આ બાબતની જાણ વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાને થતા તેઓ તલાટી દફતર ખાતે પહોંચ્યા હતા. જ્યાં નાયબ મામલતદાર સાથે રકઝક થઈ હતી. નાયબ મામલતદાર ખોટી રીતે સર્વે કરવી રહ્યા હતા તે યોગ્ય બાબત નથી. તેમ કહીને લોકોએ મહિલા નાયબ મામલતદારનો ઉધડો લીધો હતો.
દરમિયાનમાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર આશિષ જોશી પણ તલાટી ઓફિસે પહોંચ્યા હતા. તેમણે પણ અનેક વિસ્તારો રહી ગયા છે તેના માટે મામલતદાર સાથે ચર્ચા કરીને ક્રોસ વેરીફીકેશન કરવાની જરૂર નથી પૂર્વ વિસ્તારના લોકો પુર ના પાણી થી કેટલા હેરાન થયા છે એ એમને ખબર છે માટે તેઓ નું ક્રોસ વેરીફીકેશન ના કરી જલ્દી થી સહાય પહોચાડવા કહ્યુ હતુ . સાથે સાથે મકાન ભાડે લેવાના બહાને ખોટી રીતે સર્વેની કામગીરી કરવામાં આવે તે યોગ્ય નથી તેવી રજૂઆત કરી હતી. સાથે-સાથે બાપોદ વિસ્તારમાં વૈકુંઠ સોસાયટીમાં પણ લોકોને હજી સુધી સહાય પહોંચી નથી તે ઉપરાંત અનેક વિસ્તારો રહી ગયા છે તેની યાદીમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી.
મહિલા નાયબ મામલતદારે રજૂઆતો સાંભળી સ્પષ્ટતા કરી હતી કે અમારી બે ટીમ દરેકના ઘરે જઈને સર્વે કરી રહી છે. ટીમના સભ્યો ઘરે જઈને વિગતો મેળવી સહાય ચૂકવવાની હોય છે . ત્યારે મારે પણ જે વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો છે તેનું ક્રોસ વેરીફીકેશન પણ કરવાની જવાબદારી છે જેથી વિવિધ વિસ્તારોમાં જઈને પાણી ભરાયા જ છે કે કેમ તેની જાણકારી મેળવી હતી . અનેક લોકોએ ઘરમાં પાણી ભરાયા નથી એની સ્પષ્ટતા પણ કરી છે તેમ છતાં તમારા સૌની રજૂઆત હોય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
વડોદરા પૂર્વ વિસ્તારમાં પૂર બાદ ત્રીસ દિવસે પણ સહાય ના પહોંચતા કાઉન્સિલર અને મામલતદાર વચ્ચે માથાકૂટ
By
Posted on