Vadodara

વડોદરા : પૂર્વ વિસ્તારના રહીશો વિફર્યા, કહ્યું કામ નહિ થાય તો ઘેરાવો કરીશું

10 મહિના વીતવા છતાં ખાડા ખોદયા બાદ પેવર બ્લોક નહિ નંખાતાં લોકોમાં રોષ :

2500 જેટલી રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નહિ હોવાના આક્ષેપ :

વડોદરામાં કોર્પોરેશન દ્વારા હાલ ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ રોડ બની ગયા બાદ પેવર બ્લોક નાખવા માટે ખોદાયેલા ખાડા છેલ્લા 10 મહિનાથી જે સે થે રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઘણી રજૂઆત બાદ રોડ બન્યો પણ પેવર બ્લોક નાખવા માટે રોડ ખોદી નાખ્યો અને પેવર બ્લોક નહિ નાખવામાં આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તાર કમલાનગર તળાવ પાસે રોડ પર ફૂટપાટ ખોદી પેવર બ્લોક નાખવામાં આવનાર હતા. જોકે છેલ્લા દસ મહિનાથી આ કામગીરી અધૂરી મૂકી દેવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ અંગે વિસ્તારના રહીશ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે વ્રજભૂમિ શુભમ પાર્ક પાસેનો મુખ્ય રોડ જે તે સમયે બન્યો હતો. તે વખતે ડ્રેનેજ લાઈન નાખી હતી. આ સમયે ખાલી માટી વાળી અને રોડ બનાવીને જતા રહ્યા હતા.

તે સમયના દાદુભાઇ ગઢવી, અરવિંદ વસાવા, રમીલાબેન હતા. તેઓએ કહ્યું હતું કે હમણાં તમારો વિરોધ રહેવા દો જે તે દિવસે ફરીથી બનશે. ત્યારે રોડ લેવલ થી બનાવી આપીશું. ત્યારબાદ તેઓ રોડ બનાવવા માટે આવ્યા હતા અને તે વખતે પણ અમારી રજૂઆત હતી કે, આની ઉપર રોડ ના બનાવો કેમકે અમારા મકાનોના લેવલ અને ઘરમાં વરસાદી પાણી ઘૂસી જશે. આ પરિસ્થિતિ અંગે અમે અધિકારીઓને પણ વાકેફ કર્યા હતા. તેમ છતાં તેઓ બુલડોઝર લઈને 4 મીટરનો રોડ બનાવવા માટે આવી ગયા હતા. જેની સામે પણ અમે વિરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં અમે અમારી પરિસ્થિતિ વર્ણવી હતી. અમારું એટલું જ કહેવું છે કે 2 ફૂટ ખોદીને રોડ બનાવો જોઈએ. જેથી કરીને અમારા ઘરમાં વરસાદી પાણી ન ઘૂસે. ત્યારબાદ રોડ મંજૂર થયો હતો કાઉન્સિલર અજીત દધીચે અમને પોતે કહ્યું હતું કે વોલ ટુ વોલ રોડ મંજૂર થઈ ગયો છે. દોઢ ફૂટ ખોદીને કામ કરવામાં આવશે. પરંતુ રોડ તો બનાવ્યો, જેમાં પેવર બ્લોક નાખવા માટે રોડ ખોદીને જતા રહ્યા છે. આ જે આ વાતને દસ મહિના થઈ ગયા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી. જો કામ નહીં થાય તો અમે વોર્ડ કચેરીનો ઘેરાવો કરીશું તેમ જણાવ્યું હતું

Most Popular

To Top