યુવતીએ સગાઈ તોડી નાખતા યુવકનું કારસ્તાન, અન્ય બોગસ આઈડી બનાવી યુવક-યુવતીના બાથરૂમમાં પડેલા બીભસ્ત ફોટા પતિને મોકલ્યા..
વડોદરા શહેરમાં રહેતી યુવતીની એક યુવક સાથે સગાઈ થઈ હતી. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી રહેતી હતી. દરમિયાન પૂર્વ ફિયાન્સ યુવતીને વીડિયો કોલ કરને વાતચીત કરવા કહેતો હતો. ઉપરાંત તેના ઘરે આવીને યુવતી સાથે બાથરૂમમાં સ્નાન કરતી વેળાના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. દરમિયાન યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. જેથી યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જેની જાણ પૂર્વ ફિયાન્સને થતા યુવતીના ન્યુડ ફોટા તેના પતિને મોકલ્યા હતા ઉપરાંત સોશિયલ મીડિયા પણ વાયરલ કરી નાખ્યા હતા. જેથી યુવતીને બદનામ કરનાર પૂર્વ ફિયાંસ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં રહેતી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2022માં મારી સમાજના રીતરિવાઝ મુજબ યુવક સાથે સગાઈ થઈ હતી. ત્યારબાદ મારી તેની સાથે ફોન અને વોટ્સએપ પર વિડિયો કોલ દ્વારા વાતચીત થતી રહેતી હતી. તે દરમિયાન તેમને વિડિયો કોલ પર ન્યુડ થઈને વાતચીત કરવા સારુ દબાણ કરતો હતો. જેથી મે તેની સાથે વોટ્સએપ પર ન્યુડ થઈને તેની વાત કરી હતી. યુવક મારા ઘરે મળવા પણ આવતો હતો. ત્યારે તેને મારા ઘરના બાથરુમમા નાહતા અને અમારી બન્ને સાથેના ફોટા તેના ફોનમા પાડી લીધા હતા. પરંતુ તેની સાથે મારી સગાઈ તુટી ગઈ હતી. ત્યારે મે તેને મારા બધા ફોટા ડિલિટ કરવા જણાવ્યું હતુ. ત્યારબાદ મે મારા પ્રેમી સાથે મેરેજ કરી લીધા હતા. આ વાતની જાણ થતા તેણે સોશિયલ મીડિયા પર એક આઈ.ડી. બનાવીને મારા પતિના આઈ.ડી પર મારા ન્યુડ ફોટો મેસેજમાં મોકલ્યા હતા. મારા પતિને અપશબ્દો મેસેજ દ્વારા કહયા હતા. આઈ.ડી. ની સ્ટોરીમાં મારો ફોટો મુકી તેના ઉપર મારા વિશે ખોટા લખાણ લખતો હતો અને તેણે બીજા નામની આઈ.ડી. પર પણ મારા ન્યુડ ફોટા મુકયા હતા. મારા દિયરે મારી નણંદને કહયુ હતુ કે અમારા સમાજના વોટ્સએપ ગ્રુપમા તમારા ભાઈની પત્નીના ન્યુડ ફોટા વાયરલ થાય છે. જેથી મારી નણંદએ આ બધી વાતની જાણ મારા પતિને ફોન દવારા કરી હતી. જેથી મારા પતિએ ઘણીવાર આ બધુ બંધ કરવા કહયુ હતુ તેમ છતા તેને મારા ન્યુડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આમ પૂર્વ ફિયાંસે આજ દિન સુધી સોશિયલ મીડિયા પર પર જુદા-જુદા નામની આઈ.ડી. બનાવીને મારા ન્યુડ ફોટા આઈડીની સ્ટોરીમા મુકી વાઈરલ કરી સમાજમા મારી બદનામી કરી હેરાન પરેશાન કરી રહ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે પૂર્વ ફિયાન્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.