ચિક્કાર દારૂનો નશો કરીને પૂર્વ ક્રિકેટરે કાર દોડાવી અકોટા વિસ્તારમાં પાર્કિંગમાં મૂકેલી અન્ય 3 કાર સાથે અકસ્માત કર્યો
વડોદરા તા.27
ચિક્કાર દારૂનો નશો કરીને આવેલા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનને પોતાની એમ જી હેક્ટર કારથી વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાર્ક કરેલી ત્રણ કાર સાથે અકસ્માત કર્યો હતો. જેમા વેપારીની ત્રણ કારને નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. અકોટા પોલીસે પૂર્વક ક્રિકેટર વિરુદ્ધ એમવી એક્ટ તથા પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા મલ્હાર પોઈન્ટ પાસે પુનિતનગર સોસાયટીમાં રહેતા વ્રજેશભાઈ અંબાલાલભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે કે હું રીયલ એસ્ટેટનો બીઝનેસ કરું છું. મારી 3 કાર અમારા ઘરની આગળ પાર્કિંગમાં મૂકેલી હતી. 26 જાન્યુઆરી ના રોજ રાત્રીના આશરે 2.30 વાગ્યાના સુમારે અમારા ઘરની બહાર એક જોરથી વાહન અથડાયું હોય તેવો અવાજ આવ્યો હતો. જેથી હું તથા મારી પત્નિ તથા અમારી સોસાયટીના પડોશીઓ ઘરની બહાર નિકળી આવ્યા હતા. એક એમ.જી. હેક્ટર ફોર વ્હીલ કાર નંબર GJ-06-RB-9072ના ચાલકે અમારી ત્રણેય કાર સાથે તેની કારથી અકસ્માત કર્યો હતો. જેથી મેં 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસની વાન તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ત્યારે પોલીસે તપાસ કરતા ફોર વ્હીલ કાર ચાલકે દારૂનો ચિક્કાર નશો કરી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે એમ.જી.હેક્ટર કારના ચાલક બીજા કોઈ નહીં પરંતુ પૂર્વ ક્રિકેટર જેકોબ જોસેફ માર્ટીન ( ઉ.વ.52 રહે.૨૦૩, શાર્લીન ફ્લેટ, મધર સ્કુલની બાજુમા, ગોત્રી વડોદરા) હોવાનું માલુમ પડ્યું હતું. રાત્રીના આશરે 2.30 વાગ્યાના સુમારે પૂર્વ ક્રિકેટર દારૂ કરીને પોતાની કાર પુરઝડપે ચલાવી અમારી પાર્કિમા મુકેલ ત્રણ કાર સાથે અથાડી અકસ્માત કર્યો હતો. જેમાં ત્રણ કારને નુક્શાન થયું છે. જેથી પોલીસે પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ બે એમ વી એક્ટ તથા પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.