Vadodara

વડોદરા : પુર અસરગ્રસ્તોને સહાય નહીં મળી હોવાના આક્ષેપ સાથે પાલિકાની વડી કચેરીએ મોરચો

જરૂરી ડોક્યુમેન્ટ 2 દિવસમાં કરી આપવા માંગ :

વહેલી તકે સહાય ચુકવવામાં નહીં આવે તો ચક્કાજામ કરવા ચીમકી ઉચ્ચારી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરામાં પૂર આવ્યું ત્યારબાદ ઠેર ઠેર રાજ્ય સરકાર દ્વારા રાહત અને કેશ ડોલની જાહેરાત કરવામાં આવી હતી. પણ વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 16 માં કેટલાક પુર અસરગ્રસ્તોને સહાય નહીં મળી હોવાના આક્ષેપ સાથે લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો.

વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ પૂરગ્રસ્તોને કેસ ડોલ્સ અને ઘરવખરી ની સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા અને રાહત આપવામાં આવી. પરંતુ હજુ પણ વડોદરા શહેરની કેટલીક સોસાયટીઓ અને વિસ્તારમાં આ સહાય પહોંચી નથી તેથી આજે પાલિકામાં રહીશોએ મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી હતી. વડોદરાના વોર્ડ 16માં સમાવિષ્ટ કૃષ્ણનગર રાધાકૃષ્ણ મંદિર પાસે અને વિજય વાડીના રહીશોએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ વિસ્તારમાં પાણીનું પૂર આવ્યું હતું અને સૌથી અસરગ્રસ્ત વિસ્તાર હતો ઘરોમાં પાણી હતા અને ખૂબ જ નુકસાન થયું હતું. સહાય માટે લોકો આવ્યા હતા. પરંતુ ખરેખર જેને નુકસાન થયું છે, તેઓને એક પણ રૂપિયાની સહાય મળી નથી ખરેખર લોકોને જે નુકસાન થયું છે તેઓને સહાય મળવી જોઈએ તેવી માંગ સાથે સ્થાનિકોએ કમિશનર કચેરીએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને માંગ કરી હતી કે, વહેલામાં વહેલી તકે અમને લોકોને સહાય મળવી જોઈએ જો આ સહાય આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

Most Popular

To Top