Vadodara

વડોદરા : પી.મુરજાણી આપઘાત કેસમાં કોમલના બોયફ્રેન્ડની સંડોવણી અંગે તપાસ કરાશે ?

કન્ઝ્યુમર એક્ટિવિસ્ટે આપઘાત કર્યો હતો ત્યારથી કોમલના સંપર્કમાં હોવાની ચર્ચા, આંકલાવ સુધી કોમલ તેમને મુકવા માટે પણ પ્રેમી ગયો હોય તેવી આશંકા

પ્રતિનિધિ વડોદરા તા.17

માનેલી દીકરી અને તેની માતા દ્વારા કરાયેલા વારંવાર ટોર્ચર તથા ધાકધમકીના કારણે કંટાળીને આખરે કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.મુરજાણીએ પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પરંતુ આપઘાતના દિવસથી સતત કોમલ સાથે સંપર્ક રહેનાર તેના બોયફ્રેન્ડની આ કેસમાં કોઇ સંડોવણી છે કે નહી તેની ચર્ચાએ જોર પકડ્યું છે. શુ પોલીસ આગામી દિવસોમાં કોમલના બોયફ્રેન્ડની તપાસ કરશે તે જોવુ રહ્યું.

વડોદરા શહેરના કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી વી મુરજાણી વાઘોડિયા રોડ પર નારાયણ ડુપ્લેક્ષમાં પોતાના પત્ની સાથે રહેતા હતા. પરંતુ તેમને સંતાનમાં બાળકો ન હોય કોમલ સીકલીગરને પોતાના દીકરી તરીકે માની હતી. તેઓ કોમલને પોતાના સગી દીકરી કરતા વધારે સારી રીતે રાખતા હતા. કોમલ સિકલીગરના માતા સંગીતા માટે પી. મુરજાણીએ અલગ ફ્લેટમાં મકાન ખરીદીને આપ્યું હતું. પરંતુ કોમલ અને સંગીતા સિકલીગર મિલકત માટે વારંવાર તેમને ટોર્ચર કરતા હતા. દરમિયાન લાભ પાંચમે કોમલને પી.મુરજાણીએ મર્સિડીઝ કાર લઇને આપી હતી. જેમાં તેઓએ પોતાની પત્ની જાગૃતિને બેસાડતા કોમલ અકળાઇ હતી. જો તુ તારી પત્ની સાથે છુટાછેડા નહી લે તો તેમના વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. જેથી તેઓ ગભરાઇ ગયા હતા અને રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોમલ સિકલીગરને એક બોયફ્રેન્ડ છે. જે તેની સાથે રોજ હરતો ફરતો હતો. જેથી કોમલ તેના માનેલા પિતા પી. મુરજાણીની મિલકત અંગે તેને તમામ બાબતો જાણવતી હતી. ઉપરાંત ઘટના બન્યાં બાદ પણ ઘણીવાર કોમલની તેની સાથે વાતો થઇ હતી અને મળવા માટે જતો હતો. ઉપરાંત હેરિયર કારમાં આંકલાવ ગયા હતા ત્યારે પણ યુવક તેની સાથે હતો. ત્યારબાદ બંને ભાવનગર ભાગી ગયા હતા. ત્યારે કોમલના બોયફ્રેન્ડની પી.મુરજાણી આપઘાત કેસમાં સંડોવણી હોવાની શંકાઓ સેવવામાં આવી રહી છે. તો પોલીસ દ્વારા આગામી દિવસોમાં તેના બોયફ્રેન્ડ અંગે તપાસ કવામાં આવશે ? તેવા સવાલો ઉભા થયા છે.

કોમલને મદદ કરનાર પંપના કર્મચારી સામે એક્શન લેવાશે ?

ડભાસા રોડ પર પી.મુરજાણીએ કોમલ સાથે ભાગીદારી કરીને પેટ્રોલ પંપ ખરીદી કર્યો હતો. જેનું સમગ્ર સંચાલન કોમલ સિકલીગર કરતી હતી. દરમિયાન 11 નવેમ્બરના રોજ પી.મુરજાણીએ તેના બંગલામાં આપઘાત કરી લીધો હતો. ત્યારે કોમલે તેના પેટ્રોલ પંપ નોકરી કરતા એક કર્મચારીને પી.મુરજાણીના ઘરે વોચ રાખવા માટે મોકલતી હતી. ઉપરાંત આપઘાતની રાત્રીએ કોમલ અને તેના માતા હેરિયર કારમાં આંકલાવ ગયા હતા. ત્યારબાદ પંપ ખાતે નોકરી કરતા કર્મચારીને તેની ઇકો લઇને બોલાવ્યો હતો અને બાતમાં તેની ઇકોમાં ફ્યુઅલ પુરાવીને ભાવનગર ભાગી ગયા હતા. જેથી પોલીસે આ પંપના કર્મચારી અંગે તપાસ કરાશે ખરી ?

કન્ઝ્યુમર એક્ટિવિસ્ટને આપઘાત કરવા મુજબ કરનાર માતા-પુત્રી જેલ ભેગાં

કન્ઝ્યુમર એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં પાણીગેટ સ્ટેશનમાં મૃતકની પત્ની જાગૃતિબેને ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે માનેલી દીકરી કોમલ તથા તેની માતા વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ઉપરાંત બંને વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે 17 નવેમ્બરને રવિવારે રિમાન્ડ પુરા થતા ફરી બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.  

Most Popular

To Top