વડોદરા તારીખ 21
વડોદરા શહેરના ખોડીયારનગર રોડ ઉપર આવેલા સિધ્ધનાથ પ્લેનેટના મકાનમાં ચાલતા જુગાર રમતા પર પીસીબી પોલીસે રેડ પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પીસીબીએ જુગારિયાઓની અંગજડતી અને દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ પાંચ મોબાઇલ મળી રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી બાપોદ પોલીસને સુપરત કર્યો હતો.
વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર ગેરકાયદે ધમધમતા દારૂ અને જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવતી રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં પણ ફતેગંજ તથા વરણામા પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીની ટીમને દરોડા પાડીને પાંચ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને દારૂ જુગારની પ્રવૃત્તિ પર સતત વાંચ રાખી રહી છે. 20 ફેબ્રુઆરીના રોજ પીસીબી પોલીસને બાતમી મળી હતી કે ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ પ્લેનેટના સીટ ટાવરના મકાન નંબર 202 માં કેટલાક શખ્સો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે. જેના આધારે પીસીબી ની ટીમે આકાશ રઇજીભાઈ માછીના મકાનમાં રેડ કરી હતી. ત્યારે મકાનમાં જુગાર રમતા પાંચ ખેલી આકાશ રઇજી માછી (રહે, સિધ્ધનાથ પ્લેનેટ ખોડીયારનગર ડી-માર્ટની પાછળ, ઓમકાર હેરીટેઝની બાજુમાં વડોદરા શહેર), દિલીપ ઉર્ફ રમેશ મંગળસિંહ ખાંટ (રહે, જય અંબે ફળીયુ ગીરીરાજ સોસાયટીની બાજુમાં કિશનવાડી આજવા રોડ વડોદરા શહેર), ધર્મેશ ઉર્ફે ધમો રમેશ ગોહીલ ( રહે. ઝંડાચોક મેલડી માતાની સામેની ગલીમાં કીશનવાડી વડોદરા), નયનકુમાર ઉર્ફે વિશાલ ગોપાલભાઇ કહાર (રહે. કહાર મોહલ્લો પાણીગેટ વડોદરા શહેર) તથા સાગર કંચન માછી (રહે, મહેશ કોમ્પલેક્ષ વાધોડીયા રોડ વડોદરા શહેર) ઝડપી પાડ્યા હતા. જુગારીયાઓની અંગત ઝડપી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા 95 હજાર અને 6 મોબાઈલ રૂ.45 હજાર મળી રૂ.1.40 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસને સોંપવામાં આવ્યો છે.
