સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે પીસીઆર વાન દેખાતી હોવા છતાં કપુરાઈ પોલીસ મથકમાં બોલેરો વાહન ના ઉલ્લેખ સાથે ફરિયાદ નોંધવામાં આવી
વાસ્તુ પૂજનમાં પોતાની બાઈક પર સવાર થઈને જઈ રહેલા 35 વર્ષીય યુવક ને આજવા રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે પીસીઆર વાને અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે પીસીઆર ચાલક બાઇક સવાર યુવકને ટક્કર મારીને નાસી છૂટ્યા હતા. જેથી કપૂરાઈ પોલીસે આ બનાવ અંગે બોલેરો વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન નો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી . જોકે આ બાબતના સીસીટીવી ફૂટેજ પણ મળી આવતા તેમાં સ્પષ્ટપણે પીસીઆર વાન જોવા મળી હતી. તે છતાં પણ પોલીસે આ બનાવ અંગે ફરિયાદમાં માત્ર બોલેરો વાન અને તેના નંબરનો ઉલ્લેખ કરીને ફરિયાદ નોંધી હતી.
હિટ એન્ડ રનના બનાવો છાસવારે બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ કડક પગલાં લેવાય તેમજ ટ્રાફિક નિયમોનું સતત અને ચોક્કસપણે પાલન થાય તે માટે વિવિધ કાર્યક્રમો પોલીસ દ્વારા તેમજ ટ્રાફિક વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજવા રોડ વિસ્તારમાં પોલીસે જ યુવકને ટક્કર મારીને ત્યાંથી પલાયન થયાની ઘટના સામે આવી છે. આજવા રોડ વિસ્તારમાં 35 વર્ષીય નિલેશ પરમાર ઇલેક્ટ્રિશિયનનું કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ બપોરે 12:00 વાગ્યાના સમય તે પોતાની બાઈક પર સવાર થઈને તેમના સંબંધીના ઘરે વાસ્તુપૂજન હોવાથી આજવારોડ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન નાયરા પેટ્રોલ પંપ પાસે પીસીઆર વન પૂર ઝડપે આવી ચડીને તેને ટક્કર મારતા તે ઘટના સ્થળે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જોકે પીસીઆર વાન યુવકને ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હ.તી જેથી આસપાસના અન્ય વાહન ચાલકો યુવકની મદદ માટે ઘટના સ્થળે આવીને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી અને તેઓને એસએસજી ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા.જ્યાં હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેથી આ બનાવ અંગેની જાણ પરિવારજનોને થતા તેઓ દ્વારા કપુરાઈ પોલીસ મથકમાં પીસીઆર વાન (જી જે 06 જીએ 3019) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જેમાં સ્પષ્ટ પણે પીસીઆર વાન નજરે પડી હતી.