Vadodara

વડોદરા : પીઆરઓ મહિલા પર દુષ્કર્મ ગુજારનાર રાજસ્થાનના આરોપીના 2 દિવસના રિમાન્ડ

લગ્ન કરવાની લાલચ આપીને વિધવા મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ

ધંધો કરવા માટે પ્રેમીએ મહિલા પાસેથી ઉછીના લીધેલા રૂ.3.48 પરત પણ આપ્યા નહી

પ્રતિનિધિ વડોદરા તા.28
લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમિકા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પ્રેમીએ ધંધો શરૂ કરવા માટે રૂપિયા 3.48 લાખ મહિલા પાસેથી લીધા હતા. પરંતુ પ્રેમીએ ધંધો બંધ કરીને પરત રાજસ્થાન ભાગી ગયો હતો. બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા મેજિસ્ટ્રેટે બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.
મૂળ રાજસ્થાનના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા મહાશક્તિ વુડાનમાં રહેતા હિતેષ વાલચંદ લબાના સાથે કેટરર્સમાં પીઆરઓ તરીકે કામ કામ કરતી બાળકીની વિધવા માતાનો પરીચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ હિતેષ લબાનાએ મહિલાને લઈને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યાં હતા મહિલાને પણ તેના પર વિશ્વાસ આવી ગયો હોય ધંધો કરવા માટે ઓનલાઇન તથા રોકડા મળીને રૂ. રૂપિયા 3.48 લાખ પ્રેમીને આપ્યાં હતા. પ્રેમ સંબંધ દરમિયાન પ્રેમીએ મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાના રૂપિયાથઈ નાસ્તાનો ધંધો પણ શરૂ કર્યો હતો. પરંતુ આ ધંધો થોડા દિવસ સુધી કર્યાં બાદ બંધ કરીને પરત રાજસ્થાન ભાગી ગયો હતો. જેથી મહિલાએ રાજસ્થાન જઇને તેના પરિવારને મળી હતી ત્યારે હિતેશ લબાનાએ પરત આવવા માટે વાયદો કર્યો હતો પરંતુ હિતેશ લબાના પરત આવ્યો ન હતો કે રૂ. 3.48 લાખ પર પરત કર્યાં ન હતા. જેથી મહિલાએ હિતેશ લબાના સામે દુષ્કર્મ તથા ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 28 ડિસેમ્બરના રોજ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરાઇ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 2 દિવના 30 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

Most Popular

To Top