
નગરજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નિવડેલી પાલિકાની વડી કચેરી પાણીથી વંચિત
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરાના નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નિવડેલા પાલિકા તંત્રમાં જ પાણીની તંગી સર્જાય છે. ત્યારે પાલિકામાં જ પાણીના ટેન્કર ખાલી કરવાની ફરજ પડી હતી.

વડોદરા મહાનગરપાલિકા તંત્રની નગરજનોને પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવાની વાતો હવે પકડ સાબિત થઈ રહી છે તેવા દ્રશ્યો શુક્રવારે સામે આવ્યા છે એક તરફ પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પાણી આપવા માટે ગુલબાંગો ઠોકવામાં આવી રહી છે તો બીજી તરફ પાલિકાની વડી કચેરી પાણીથી વંચિત જોવા મળી છે. પાલિકામાં પાણીની તંગી સર્જાતા પાણીનું ટેન્કર મંગાવવાની ફરજ પડી હતી. એસી કેબિનોમાં બેસી રહેતા અને લાખો રૂપિયાના પગાર લેતા પાલિકાના અધિકારીઓ પણ હવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની મોટી છે તેવા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું છે. ત્યારે પાલિકા જ પાણીથી વંચિત રહેતા નગરજનોને ભર ઉનાળે પાણી કેવી રીતે પૂરું પાડશે તેવા સવાલો ઊભા થયા છે.
