વડોદરા મહાનગરપાલિકાનો કરોડોના કામોનો ગજબ વિકાસ
તાંદલજા નાગરવાડા વોર્ડ નંબર 13માં પાણી સમસ્યા યથાવત તો બીજી તરફ બરોડા ડેરી સર્કલ પાસે પાણીના ફુવારા, તો વોર્ડ નંબર 11 ટાઈમ સર્કલ પાસે રોડમાંથી પાણીના પરપોટા રૂપે હજારો લિટર પાણી વહી ગયું. બીજી તરફ થોડા દિવસ અગાઉ ગોત્રી વિસ્તારના યસ કોમ્પ્લેક્સ પાસે પાણીની મુખ્ય નળીકામાં ભંગાણ થવાથી હજારો લિટર પાણી ગટરમાં વધી ગયું હતું.
વિકાસની વાતો કરતી પાલિકા વડોદરા ની પ્રજાને પ્રાથમિક સુવિધા પણ આપી શકતી નથી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું બજેટ અને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં વડોદરા મહાનગરપાલિકા શહેરનો વિકાસ કરી નગરજનોને પ્રાથમિક સુવિધા આપવા અને વિકાસલક્ષી કામો કરી વડોદરા ને સ્માર્ટ સિટી બનાવે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસના કામો માટે હજારો લાખો રૂપિયા ના બિલો પાસ કરવામાં આવે છે. વડોદરા શહેરના ધારાસભ્યો -નગરસેવકોને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે પોતાના વિસ્તારની અંદર સ્થાનિક રહીશોને પ્રાથમિક સુવિધા આપી શકે. પાણી, રોડ જેવા અનેક કામોની જરૂરિયાત છે પરંતુ પાલિકાની નીતિ કે નિયત કઈ રીતની છે એ સમજ પડતી નથી. વડોદરા શહેરમાં ખાડા છે, ભુવા છે, ક્યાંક ગટરો ઉભરાય છે, તો ક્યાંક પાણી લીકેજ થાય છે. અવારનવાર જે તે વોર્ડના વિસ્તારના સ્થાનિકો પાલિકા કચેરી જઈ ફરિયાદો કરતા હોય, મોરચો લઈને પહોંચતા હોય કે કલેક્ટરને આવેદનપત્ર પણ અપાતા હોય તે છતાં કરોડો રૂપિયા ગુજરાત સરકાર જે વડોદરાના વિકાસ માટે આપે છે અધિકાર કોનો થઈ ગયો છે?
વડોદરા શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં હજારો લાખો લીટર પાણી ગટરમાં વહેતું થઈ જાય છે અને ક્યાં પાણી માટે તરસ્યા લોકો જોવા મળી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સ્પેન ના વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વડોદરા શહેરને એક અઠવાડિયામાં સુશોભિત, સુંદર અને ઝળહળતું બનાવવામાં આવ્યું હતું . આ કામગીરી જોતા વડોદરા મહાનગરપાલિકાના સદાધીશો અધિકારીઓ પોતાની ક્ષમતા તો બતાવી પરંતુ જ્યારે અનેક વિસ્તારોમાં વર્ષોથી રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યા પાલિકા દ્વારા હલ કરવામાં નથી આવી રહી. એટલે જ કહેવાય છે ક્ષમતા તો છે પણ નિયત નથી.
વડોદરા: પાલિકા તંત્રની ક્ષમતા તો છે પણ નિયત નથી
By
Posted on