Vadodara

વડોદરા પાલિકા કચેરીએ ટ્યુબ, દોરડા સાથે ચેરમેનના નિવેદનનો વિરોધ

વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા, દોરડાં, ટ્યૂબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યૂબ, દોરડાં સાથે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો

*જનતા ટેક્સ ભરે છે તેઓને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ પાલિકા તંત્રના ચેરમેન લોકોને આપત્તિ વ્યવસ્થાપન જાતે કરવાની સલાહ આપે છે*

*વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ ચેરમેન અવારનવાર વિવાદોમાં રહી લાઇમલાઇટમા રહેતા હોય છે*

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

લોકોએ પૂર માટે જાતે તૈયારી કરવી પડશે એવા સ્થાયી ચેરમેન ના નિવેદનનો વિરોધ પાલિકા કચેરી ખાતે ટ્યુબ અને દોરડા લઈ જઈને કરવામાં આવ્યો હતો.

શહેરમાં ગત મહિને કુદરતી કરતાં માનવસર્જિત પૂરે આખા શહેરને ડૂબાડ્યુ હતું. પાલિકા તંત્ર દ્વારા જે રીતે પ્રિમોન્સુનની કામગીરી માટે ખર્ચા કર્યા હતા, બેઠકો યોજી કાગળો ઉપર જે રીતે મોટા મોટા પ્લાન તૈયાર કર્યા હતા તે તમામ પર પાણી ફરી વળ્યું હતું અને પ્રથમવાર ગત જુલાઇ મહિનામાં જ પ્રિમોન્સુનની કામગીરી ની પોલ ખુલ્લી પડી ગઈ હતી અથવાતો એમ કહી શકાય કે કુદરતે આગળ આવનારી મોટી પૂરપ્રકોપની અગમ ચેતવણી આપી દીધી હતી પરંતુ જુલાઇના પૂર બાદ જનતાએ તંત્રને જગાડવાનો પ્રયાસ કરી શહેરમાં આવેલી ભૂખી, મત્સ્યા તથા રૂપારેલ કાંસોના દબાણો ખુલ્લા કરવા, હાઇવે ફરતી રોડ સાઇડના વરસાદી કાંસો ખુલ્લા કરવા, તોતીંગ વૃક્ષોની છટણી કરાવવા, તથા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની આપદા સામે તૈયારીઓ માટે ચેતવ્યા હતા તે સમયે પાલિકાના સ્થાઇ અધ્યક્ષ, મેયર, મ્યુનિ. કમિશનર દ્વારા ઘણીવાર પ્રિમોન્સુનની કામગીરી માટે ફરીથી ઘણીવાર બેઠકો કરી હતી અને મિડિયા સમક્ષ મોટા મોટા પ્લાનિંગ સાથે તંત્ર દરેક સ્થિતિ માટે તૈયાર હોવાના બણગાં ફૂંક્યા હતા પરંતુ આ બેઠકો ફક્ત નાસ્તો કરી છૂટા પડ્યા હોવાનું જણાઇ હોય તેવું જણાય છે. કારણ કે જુલાઇ ની ચેતવણી બાદ પણ પાલિકાએ ના કોઇ તૈયારીઓ કરી ના કોઇ પગલાં લીધા કારણ કે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ પાસે ના બોટ તૈયાર કરાવી, ના વરસાદી પાણીના નિકાલ માટે કોઇ યોગ્ય વ્યવસ્થા, ના ઇમરજન્સી સમયે લોકોને ચેતવણી આપવાની વ્યવસ્થા, ના રેસક્યુ કરવાની કોઇ વ્યવસ્થા,, ઇમરજન્સી વીજ, પાણી, ભોજન નાસ્તા કશી જ વ્યવસ્થા ન કરી ના કરવડાવી, સ્થાઇ સમિતિના ચેરમેન જાણે પોતે જ એક્સપર્ટ હોય તે રીતે નિર્ણયો લીધા પરિણામે ગત ઓગસ્ટમાં વડોદરા પૂરપ્રકોપનુ ભોગ બન્યું. આવા સમયે નેતાઓ, નગરસેવકો તથા પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યું સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડપેકેટ્સ,પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશનકીટો ખરેખર પુરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં, કેશડોલમા પણ વહાલાદવાલાની નીતિ અપનાવાઇ. વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ ચેરમેન જ્યારથી પદ પર આરુઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે. હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે કે, લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તરાપો વસાવે, ટ્યૂબ, દોરડું, ટોર્ચ વસાવે એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર આધાર ન રાખે આત્મનિર્ભર બને. પાલિકા ફક્ત સુવિધાઓના નામે વેરો ઉઘરાવશે પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે.ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામેચી, કમલેશ પરમાર, પંકજ દર્વે અને મહેન્દ્રસિંહ રાઠોડે ટ્યુબ, દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top