Vadodara

વડોદરા : પાલિકાની વડી કચેરી ખાતે દિવા તળે અંધારું જેવો ઘાટ,ફરી પોપડા ખર્યા

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના પહેલા માળે મ્યુ. કમિશનર ઓફિસની બાજુમાં વહીવટી શાખા બહારના સ્લેબ પરના મસ મોટા પોપડા ખરી પડ્યા હતા. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નહતી.

વડોદરા શહેરની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ વડોદરા મહાનગરપાલિકા માંગે છે. તેની મુખ્ય કચેરીમાંજ ખખડધજ પરિસ્થિતિ હોય તો વડોદરા શહેરમાં બીજી બિલ્ડીંગોની વાત શું કરવી ? પાલિકામાં દીવા તળે અંધારું જેવા ઘાટ જેવી પરિસ્થિતિ જોવા મળી છે. વડોદરા મહાનગરપાલિકામાં સોમવારે પોપડા ખર્યા હતા. ત્યારે પાલિકાએ પહેલા જાગવાની જરૂર છે અને પછી લોકોને જગાડવા જોઈએ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તે ચેક કરવાની જરૂર છે. જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આજ જગ્યાએથી પસાર થતા હતા તે જ સમયે આટલો મોટો પોપડો ઉપરથી નીચે પડ્યો હતો. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

હવે જોવાનું એ છે કે પાલિકા આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને વડોદરા મહાનગરપાલિકાની અનેક કચેરીઓની પરિસ્થિતિ આ જ સ્થિતિમાં છે. ત્યારે તંત્ર ક્યારે જાગે છે એ જોવાનું છે. કારણ કે ખરતા પોપડા અકસ્માતને આમંત્રણ આપે છે. એવું સ્પષ્ટ રીતે જોવામાં આવી રહ્યું છે. તંત્ર ક્યારે જાગે છે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એ કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે જાગે છે. કોઈ મોટો અકસ્માત થાય કોઈના જીવ જાય ત્યારબાદ જ તંત્ર સફાળું જાગે છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટો અકસ્માત ના થાય કોઈના જીવ ના ગુમાય ત્યાર સુધી પાલિકા તંત્રની ઊંઘ ઊડતી નથી.

Most Popular

To Top