શહેરના અનઅધિકૃત દબાણો હટાવાયા
શહેરમાં પૂર્વ નગર સેવકના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખા તંત્ર હવે એક્શનમોડ મા
શહેરના અનેક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી રોજે રોજ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ના તાંદલજા થી લઈને ડી માટૅ સુધીના અનેક વિસ્તારના અનઅધિકૃત ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી . ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ પત્રકાર ચાર રસ્તા થી ડી માટૅ ના રોડ ફૂટપાથ પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહત્વની વાત છે કે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર લારિગલ્લાઓ ,વસાહતો સહિતના દબાણો દૂર કરવા મા આવ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં લારી ગલ્લા ઓ નો સમાન જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે સુરક્ષા અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત, વોર્ડ 10 તથા વોર્ડ 11 ની ટીમ ની મદદ લેવામાં આવી હતી અને મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા . સ્વાભાવિક છે કે દબાણ હટાવતી વખતે લારિગલ્લા ધારકો તથા પાલિકાની ટીમ વચ્ચે તું તું મે મે પણ જોવા મળી હતી