Vadodara

વડોદરા પાલિકાની દબાણ શાખા દ્વારા ઊંડેરા તળાવ પાસે આવેલા ૮૮ ઝૂપડા પર બુંલ્ડોઝર ફેરવવામાં આવ્યું.


વડોદરા ઊંડેરા તળાવની આસ પાસ આવેલા ઝૂપડા પાલિકા ની દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા સ્થાનિકોનુ કેહવુ છે અમે છેલ્લા ૪૫વર્ષ થી આ જગ્યા પર રહીએ છે અને આજે અચાનક પાલિકા પોલીસ બંદોબસ્ત સાથે આવી અમારું મકાન તોડી પડવામાં આવ્યું એમને કોઈ જગ્યા પણ ફાળવવામાં આવી ન હતી અને સમય પણ આપવામાં આવ્યો નથી. અમારા મકાન માંથી સામાન પણ લેવા દીધો નથી અમે ક્યાં જઈએ?ખરા તાપમાં અને સામે ચોમાસે એમને ઘર વિહોણા કરી દીધા છે. એમને જ્યા મકાન ફળવાયા છે ત્યાં કોઈજ સુવિધા નથી. પાણી, ગટર, લાઈટ અને રસ્તા પણ નથી બન્યા.
સ્થાનિકોનું કેહવુ છે કે પંદરવર્ષ થી રહેતા હોય એ જગ્યા જેતે વ્યક્તિની થઈ જાય તો અમે અહી છેલ્લા ૪૫,વર્ષ થી રહીએ છે. અમારા ગોદડા , ફ્રીઝ અને ઘરવક્રીનો સામાન ને પણ નુકશાન પોહચડ્યું છે. સાથે પોલીસ લઈને પાલિકાની દબાણ શાખા આવી છે માટે એમને વિરોધ કરતા પણ રોકવામાં આવ્યા છે અને એમને ધમકાવવામાં આવ્યા છે કે તમને અંદર કરી દેવામાં આવશે.
સ્થાનિકોનું એવું પણ કેહવુ છે અમારી પાસે છ મહિના પેહલા પચાસ હજાર ભરાવવામાં આવ્યા હતા જેની પવતીઓ અમારી પાસે છે પરંતુ એમને કોઈ સુવિધા આપવમાં આવી નથી જતા મકાન ફાળવવામાં આવ્યા છે ત્યાં સુવિધા અને સગવડ કોઈ પ્રકારની નથી.

Most Popular

To Top