વડોદરા મહાનગરપાલિકા નું ટાઉન પ્લાનિંગ વિભાગ એક મલાઇદાર વિભાગ તરીકે પણ જાણીતું છે અહીં બિલ્ડિંગ, કંસ્ટ્રકશન અને બિલ્ડરો સહિત લોકો પોતાના કામો માટે આવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા ના આ ટાઉન પ્લાનિંગ વિભાગની કચેરીના છત લિકેજ ને કારણે પોટલામાં બાંધેલા અગત્યના દસ્તાવેજો રેકોર્ડ પલળી રહ્યો છે તે તરફે તંત્ર લાપરવાહ છે અથવા તો મોટું કંઈ રંધાઈ રહ્યું છે જેમાં કોઈ જૂના રેકોર્ડ ને જાણી જોઈને નુકસાન નો કારસો તો નથી કરવામાં આવી રહ્યો ને? કારણ કે ટાઉન પ્લાનિંગ વિભાગ સાંજ સુધી ધમધમતું હોય છે લોકોની અવરજવર સાથે તો શું કોઇનું આ બાબતે ધ્યાન જ નથી? આ વાત માની શકાય તેમ નથી કોઇ અલાયદો રૂમ સુરક્ષિત રેકોર્ડ માટે શું ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે છે જ નહીં કે આ રેકોર્ડ ગેલેરીમા મૂકવામાં આવ્યા છે.