Vadodara

વડોદરા પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા વારસિયામાં ચેકિંગ


ચોકલેટ, બબલગમના નમુના લેબમાં મોકલ્યા, પાચ દિવસે રિપોર્ટ આવશે

વડોદરા મહાનગરપાલિકા ખોરાક શાખાની ટીમ બુધવારે સવારથી વારસિયા વિસ્તારમાં આવેલા ચોકલેટના વેપારીઓ ની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક ટીમે આજુબાજુ વિસ્તારમાં આવેલા ચોકલેટ વ્યાપારીઓની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમા ફૂડ સેફ્ટી ઓફિસરોએ ફૂડ લાઇસન્સ ચેક કર્યું હતું તેમજ ચોકલેટના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા.
ફૂડ સેફ્ટી ઓફિસર પ્રસાદ ભાવસારે જણાવ્યું હતું કે ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ તરફથી અમને ચોકલેટ ની જેટલી વેરાઈટી છે, તેના સેમ્પલ લઇ તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો વારસિયા વિસ્તારમાં બબલગમ , ચોકલેટ સેમ્પલ લઈ ઇસ્પેક્શન કરી નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. આજરોજ લીધેલા ચોકલેટના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેનું રિઝલ્ટ આવનારા ચાર પાંચ દિવસમાં જાણવા મળશે.

Most Popular

To Top