કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કામગીરી ઠપ
વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પૂલ ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 350 થી વધુ જેટલા ડ્રાઇવરને કહેવામાં આવ્યું કે જે દસ પાસ હોય એજ ગાડી લઈને નીકળશે બાકીનાને ગાડી નહિ ચલાવવાનું જણાવતા આજે વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. તમામ કર્મચારીઓએ એક સાથે વાહનોની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેતા કોર્પોરેશનના તમામ વાહનોના પૈંડા થંભી ગયા હતા. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવાની હૈયાધારણ આપી છે.
વડોદરા મહાનગરપાલિકાના ભૂતડીઝાંપા ખાતે આવેલા વ્હીકલ પુલમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઇવરોને દસ પાસ હોય એજ ગાડી ચલાવી શકશે એમ કોન્ટ્રાકટર દ્વારા કહેવામાં આવતા કર્મચારીઓએ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દઇ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કામગીરી ઠપ થઇ ગઇ હતી. હડતાળ પડતા જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર દોડી આવ્યા હતા અને કર્મચારીઓની રજૂઆત સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી.
ડ્રાઇવરો નું કહેવું છે તમને 10 પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે. 350 થી વધુ ડ્રાઇવરો જેની અંદર 10 થી 15 ટકા જ ડ્રાઇવરો 10 પાસ હશે. ત્યારે ફરમાન આવ્યું છે 10 પાસ હોય એણે જ ગાડી ચલાવવી. એનો મતલબ 10 થી 15% ને છોડી બાકી રહેલાને છુટા કરી દેવામાં આવશે. જો એવું શક્ય થાય તો 80% લોકો બેરોજગાર થઈ જાય . હવે પાછલા 20 થી 21 વર્ષથી અહીંયા આગળ ડ્રાઇવરની નોકરી કરી રહ્યા છે. આની અંદર જરૂરી નથી કે ભણતર હોય, આવડત અને અનુભવની બહુ જરૂર છે . માટે આ નિયમ પાછો લેવામાં નહીં આવે તો એક પણ ડ્રાઇવર ગાડી નહીં ચલાવીએ. વડોદરા મહાનગર પાલિકાએ 10 પાસ ડ્રાઇવર નિર્ણય જે લીધો છે એ પાછો લેવો જોઈએ કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઇવરો કામમાં લાગ્યા હતા. આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે.