Vadodara

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નિઝામપુરામાં જ્યુસ સેન્ટર પર ચેકિંગ



આઈસ્ક્રીમ સહિત અન્ય ખાદ્ય વસ્તુઓના નમુના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા

વડોદરા શહેરના આરોગ્ય વિભાગ કે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા રાજેશ્વરી જ્યુસ સેન્ટર પર ચેકિંગ કરીને વિવિધ વસ્તુઓના નમુના લીધા હતા.
ઉનાળામાં ખોરાક અને પીણા જલ્દી બગડી જવાની શક્યતા રહે છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આથી શહેરમાં વેચાતા ખોરાક અને પીણા ની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યચીજ વસ્તુઓનું નિયમિત ચેકિંગ કરવામાં આવતું હોય છે.
ત્યારે નિઝામપુરા વિસ્તારના રાજેશ્વરી જ્યુસ સેન્ટર પર ચેકિંગ કરી વિવિધ વસ્તુઓ નમુના મેળવી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ એ શહેરના અન્ય ખાદ્ય પદાર્થોના વેપારીઓને સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખવા અને ઉચ્ચ ગુણવત્તા વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા તાકીદ કરી હતી.

Most Popular

To Top