274 લારી, 1 કેબિન, 84 કાઉન્ટર, 4335 પરચુરણ સમાન અને 133 બોર્ડ જપ્ત કરાયા હતા
દબાણ હટાવો ઝુંબેશ’ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સ્વચ્છ રાખવા અને દબાણો દૂર કરવાના પ્રયાસ હેઠળ ઠેર-ઠેર દબાણ ફેલાવનારા પાસેથી દંડ વસૂલ કરવા માટે ક્લીન-અપ વડોદરાની ઝુંબેશ હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની સતત ત્રણ મહિનાની કાર્યવાહી થી ડિસેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધી અંદાજિત રકમ 12,40,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે.
દબાણ શાખા ટીમ દ્વારા લારી ગલ્લા, કેબીન, કાઉન્ટર પરચુરણ સામાન અને બોર્ડ જેવા દબાણ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં 274 લારી, 1 કેબિન, 84 કાઉન્ટર, 4335 પરચુરણ સમાન અને 133 બોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.
ત્યારે ડિસેમ્બર 2024 માં 5.60 લાખ થી વધુ, જાન્યુઆરી 2025 માં 2.90 લાખ થી વધુ અને ફેબ્રુઆરી માં 3.70 લાખ થી વધુ નો દંડ વસૂલવામાં આવ્યો છે.
વડોદરા સાર્વજનિક જગ્યા પર ગંદકી ફેલાવનારા કે દબાણ કરતાઓ સામે વધુ આકરાં પગલાં લેવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો છે.
