Vadodara

વડોદરા : પાર્ટ ટાઈમ જોબ  આપવાના બહાને રૂપિયા પડાવતી ગેંગના 4 આરોપી ભોપાલથી ઝડપાયાં

આરોપીઓએ ખોલાવેલા બેન્ક ખાતાઓમાં એનસીઆરપી પોર્ટલ પર 236 ફરિયાદ નોંધાઇ

પ્રીમિયમ ટાસ્કના બહાને કારેલીબાગના રહીશ પાસેથી ઠગોએ રુ. 21.97 લાખ પડાવ્યાં હતા

(પ્રતિનિધિ) વડોદરા તા.18

ઓનલાઇટ પાર્ટટાઇમ જોબ આપવાના બહાને સોશિયલ મીડિયા પર અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવાનું કહી રૂપિયા પડાવતી ટોળકીના ચાર ભેજાબાજોને ભોપાલથી સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આ ટોળકીના આરોપીઓનો આંક પર 7 પર પહોંચ્યો છે.  

વડોદરા શહેરના કારેલીબાગ રહેતા જીતેન્દ્ર બડગુજરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો.. જેમાં તેમને જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઇડી પરથી મુવી પર રેટિંગ આપવા તથા મુવી ટિકિ વેચવાના વિવિધ ટાસ્ક આપ્યા હતા. જેના બદલામાં તેમને નિયત રકમ ચૂકવવામાં આવશે તેમ જણાવી શરૂઆતમાં રૂપિયા સમયસર રૂપિયા ચૂકવ્યા હતા. પ્રિમીયમ ટાસ્ક આપવાના બહાને વિવિધ એકાઉન્ટમાં રૂ. 21.97 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ટાસ્ક પૂર્ણ કર્યા બાદા  જીતેન્દ્ર બડગુજરના ડમી ક્રિપ્ટો વૉલેટમાં રિવોર્ડ સાથેની રકમ બતાવતી હતી. જેથી તેમણે ક્રિપ્ટો વૉલેટમાંથી રૂપિયા વીડ્રો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વોલેટેમાંથી રૂપિયા વીડ્રો થયા ન હતા. તેઓ વારંવાર ફોન કરીને રૂપિયા ઉપાડવા કહ્યું હોવ છતાં તેઓ ઉપાડી આપતા ન હતા. જેથી તેઓએ તેમની સાથે ઓનલાઈન છેતરપીંડી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  જેથી સાઇબર ક્રાઇમની પોલીસની ટીમ ઠગોની શોધખોળ કરી કરી હતી. દરમિયાન પાર્ટ ટાઇમ જોબના બહાને ઠગાઇના ચાર ઠગો ફરહાનખાન ઉર્ફે આસલ રહેમાન રીજવાન, શારીક મુસ્તાક બેગ, મહંમદ ઉવેશખાન સાફિક, શહજમાખાન નારીરખાન ( તમામ રહે ભોપાલ એમપી)ને ભોપાલ ખાતેથી ઝડપાયા હતા. જેથી વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસે ભોપાલ ખાતે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય બાબત છે કે આરોપીઓએ ખોલાવેલ બેંક ખાતાઓમાં NCRP પોર્ટલ પર 236 ફરિયાદ નોંધાઇ છે.

ઝડપાયેલા ચાર આરોપી પૈકી એક આરોપી બેન્કનો કર્મચારી છે

ઓનલાઇન જોબ આપવાના બહાને ટાસ્ક આપવા બદા એક ટોળકી કામગીરી કરી છે. જેઓ વિવિધ નંબર પરથી ફોન કરી લોકો કામ કરવાના બહાને ઠગતી હોય છે. આરોપીઓએ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા અને સહઆરોપીઓને વાપરવા સોંપતા હતા. જેમાં ચાર ઝડપાયા હતા. જેમાંથી એક આરોપી બેન્ક કર્મચારી હતો. તેણે સહઆરોપીના ખોટી કેવાયસી પ્રક્રિયા દ્વારા ખાતા ખોલાવ્યા હતા.

સાઇબર ફ્રોડથી બચવાની શુ ધ્યાન રાખવું

  • સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ વિશે આવતા મેસેજ અથવા ફોન કોલ બાબતે ખાતરી કરીને નાણાકીય વ્યવહારો કરવા
  • નોકરી આપવાની લાલચ આપી ઓછા સમયમાં વધુ નાણા કમાવવા માટે નાની રકમ ઇન્વેસ્ટ કરાવે છે ત્યારબાદ વધુ નાણા ઇન્વેસ્ટ કરવાનુ કહી ફ્રોડ કરે છે  ઉપરાંત વધુ  નાણા કમાવાની લાલચવાળી નોકરી આપતા ફ્રોડોથી સાવદ રહેવું
  • પોતાનું બેન્ક ખાતુ કે સીમકાર્ડ કોઇ પણ વ્યક્તિને વાપરવા આપવા નહી

Most Popular

To Top