Vadodara

વડોદરા : પારુલ યુનિવર્સીટી ફરી વિવાદમાં, ફેસ્ટિવલમાં એક યુવક નશો કરેલી હાલતમાં ઝડપાયો

ફેસ્ટિવલમાં નશો કરેલી હાલતમાં પ્રવેશ્યો ક્યાંથી એ સવાલો ઉઠ્યા ..

યુનિવર્સીટીમાં મોટા ભાગે સિક્યુરિટીમાં ઓફિસર તરીકે નિવૃત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવે છે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

વડોદરા શહેર નજીક આવેલી પારુલ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં જોવા મળી છે. યુનિવર્સિટી દ્વારા આયોજિત એક ફેસ્ટિવલમાં એક યુવક નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. માથાકૂટ થતા સ્કિયુરિટીએ તેનું બોચુ ઝાલ્યું અને ફેંટ પકડી ધસેડયો હતો.ત્યારે દારૂડિયો છેક ફેસ્ટિવલ સુધી આવી ગયો ત્યાં સુધી સિક્યુરિટી શુ કરતી હતી ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

વડોદરા શહેર નજીક વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી દ્વારા આયોજિત એક ફેસ્ટિવલમાં એક યુવક નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને યુનિવર્સિટીના પ્રશાસન સામે સવાલો ઉઠ્યા છે. અગાઉ પણ આ પારુલ યુનિવર્સિટીમાં મારામારી સહિત વિદેશી વિદ્યાર્થીઓનો આતંક જોવા મળ્યો છે. થોડા સમય પૂર્વે ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો. આવા અનેક કિસ્સા પારુલ યુનિવર્સિટીમાં બન્યા છે. તેવામાં ફરી એક વિવાદિત વિડિયો સામે આવ્યો છે. જેમાં પારુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક ફેસ્ટિવલમાં યુવક નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જે યુવકને સિક્યુરિટીના જવાનોએ કોઈ માથાકૂટ થતાં તેના વાળ પકડીને ધશેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક સિક્યુરિટીના જવાને તેની ફેટ પકડી હતી. જોકે ઝડપાયેલા યુવાને પોતાના ભાઈને પણ બોલાવી લીધો હોવાનું આ વીડિયોમાં દેખાતા એક સિક્યુરિટી ગાર્ડ કહી રહ્યો છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે આટલો મોટો ફેસ્ટિવલ આયોજિત થયો હોય ત્યારે સિક્યુરિટી પણ અંદર આવતા જતા તમામની ચકાસણી કરતી હોય છે. ત્યારે આ નશો કરેલી હાલતમાં યુવક અંદર કેવી રીતે પ્રવેશ્યો તે પણ એક પ્રશ્ન છે .અને જો નશો કરેલી હાલતમાંથી અંદર પ્રવેશ્યો ન હોય તો ફેસ્ટિવલની અંદરથી જ કોઈક કેફી દ્રવ્ય કે અન્ય માદક પદાર્થનું તેણે સેવન કર્યું હોય અને બાદમાં કોઈ માથાકૂટ થઈ હોય, જેથી સિક્યુરિટી ના જવાનોએ તેને પકડ્યો હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top