Vadodara

વડોદરા : પાદરામાં ધમધમતા જુગાર પર એસએમસીની રેડ, 13 ખેલી ઝડપાયા 3 ફરાર

પ્રતિનિધિ વડોદરા તા.14

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ફરી વડોદરા જિલ્લામાં ચાલતા જુગાર પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. ત્યારે તાજરેતમાં નેશનલ હાઇવે 4 પરથી ટેમ્પામાંથી અડધા કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો.ત્યારે ફરી પાદરાના ટોચિયા વગામાં ધમધમતા જુગાર પર એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી 13 ખેલીઓ ઝડપાઇ ગયા હતા. એસએમસીની ટીમે સ્થળ પરથી રોકડા રકમ, એક વાહન અને 13 મોબાઇલ સહિત 1.55 લાખનો મુદ્દામાલ કબજે કરી પાદરા પોલીસને સોંપ્યો હતો.

વડોદરા શહેર જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ તથા જુગારની પ્રવૃતિ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અવાર નવાર દરોડો પાડતી રહેતી હોય છે. ત્યારે 13 ઓક્ટોબરના રોજ નેશનલ હાઇવે 4 પર મુંબઇ દિલ્હીના રૂટ પરથી બિનવારસી પડેલા ટેમ્પોમાંથી 52.14 લાખનો દારૂનો જથ્થો એસએમસીની ટીમે ઝડપી પાડયો હતો. વડોદરા જિલ્લાના પાદરાના ટોચિયા વગામાં 13 ઓક્ટોબરના રોજ સુરેશ પરમારના ખેતરમાં જુગારધામ ધમધમી રહ્યો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મુજબના સ્થળ પર ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં સ્થળ પરથી 13 ખેલીઓ ઝડપાઇ ગયા હતા. જ્યારે ત્રણ જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. એસએમસીની ટીમે જુગારીઓના અંગજડતા તથા દાવ પર લાગેલી રોકડ રકમ 81 હજાર, 13 મોબાઇલ, એક વાહન, પાણીના જગ મળી રૂ. 1.55 લાખનો મુદ્દામાલ કબજે કરીને પાદરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

-ઝડપાયેલા જુગારીઓના નામ સરનામા

 રાજુ ઉર્ફે જુમારી મોહન રાણા (મુખ્ય આરોપી), હરુન ઉર્ફે જાવેદ રસિક ગોરી ( પાર્ટનર), મહેશ નરહરી ભાવસાર, (રહે. પાદરા), ફિરોજ મોહમદ મલેક (રહે. પાદરા) ઇસમાઇલ ગુલા મોહમદ મનસુરી (રહે.વડદોરા), ઇબ્રાહીમ શબ્બીર દિવાન (રહે. પાદરા), કિશોર મેલા મકવાણા (રહે. વાઘજપુરા ગામ ઓલ્ડ પાદરા રોડ),ઇલ્યાસ અબ્રાહીમ ભાટી (રહે માસર) ઇબ્રાહીમ હાજી કોટી માસ્ટર (રહે. વાડી વડોદરા), હસન અહેમદ ગોરી (રહે. હસનપાર્ક પાદરા) નાસીન રહીમ મલેક (રહે. પાદરા), ગણેશ બન્સીલાલ પાટીલ, (રહે. વડોદરા) અને સતીષ ઉર્ફે કાલી રસિક ખારવા, (રહે વડોદરા )

ફરાર આરોપીઓના  : સુરેશ અંબાલાલ પરમાર (રહે. ટોચયો વગો, પાદરા) સહિત બે મોબાઇલ માલિક

Most Popular

To Top