Vadodara

વડોદરા : પાણીના પ્રવાહમાં તણાઈને આવેલી લાશ જેલ રોડ પરથી મળી આવી

ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું, સમા વિસ્તારમાં પાણીમાં તણાયેલા એક વ્યક્તિને રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો
પ્રતિનિધિ વડોદરા તારીખ 29
ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા તેના પાણી તેના પાણી સમગ્ર વડોદરા શહેરને ધમરોડ્યું હતું. પાણીના વધુ પડતા પ્રવાહમાં તણાઈને આવેલી એક લાશ મળી આવી હતી. રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાસ્ટ નો કબજો મેળવી તેને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસ દ્વારા મૃતદેહના વાલી વારોસોની પણ શોધખોળ હાથ ધરાઇ છે.
વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી માં પૂર આવ્યું હતું. તેના પાણી શહેરના વિવિધ ચણવાળા વિસ્તારોમાં ભરાઈ જવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઘણા લોકો પાણીના કારણે પોતાના મકાનોમાં ફસાઈ ગયા હતા. તે લોકોને વિવિધ ટીમો દ્વારા રેસક્યુ કરીને સહી સલામત બહાર કાઢયા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં કુલ ફોર્સમાં પાણીનો વહેણ હોવાના કારણે પશુઓ પણ તણાઈ ગયા હતા. સમા વિસ્તારમાં એક વ્યક્તિ પાણીમાં ચણા તો જણાઈ આવતા તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. બીજી તરફ આજે ગુરૂવારના રોજ જ્યાં રોડ પર એક વ્યક્તિની એક વ્યક્તિની પાણીમાં તણાઈ ને આવેલી એક લાશ મળી આવી હતી. જેની જાણ રાવપુરા પોલીસને થતા તુરંત સ્થળ પર પહોંચી જઈને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top