ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બાઇક ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની લાલ આંખ, સાયલેન્સર કબજે કરી એફએસએલમાં મોકલાયાં, આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે
પ્રતિનિધિ વડોદરા તા.30
વડોદરા શહેરના પશ્ચિવ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇડ સાયલેન્સરવાળા બુલેટ તથા બાઇક ચાલકો વિરુદ્ધ લાલ આખ કરાઇ છે.આવા ચાલકો વિરુદ્ધ એમ વી એક્ટ હેઠળ ગુનો નોંધી 17 જેટલા બુલેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. સાયલેન્સર કાઢીને એફએસએલમાં ચકાસણી માટે મોકલી અપાયા છે. ત્યારે આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરાશે.
વડોદરા શહેર વિસ્તારમાં કેટલાક ચાલકો પોતાના બુલેટ તથા બાઇકમાં નિયમ વિરુદ્ધ મોડીફાયડ સાયલેન્સર ફીટ કરાવી જાહેર રોડ પર તિવ્ર ઘોંઘાટ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે. ત્યારે સાયલેન્સરના મોટા અવાજના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો તેમજ હોસ્પિટલના દર્દીઓ પર અસર થતી રહેતી હોય છે.ત્યારે આવા મોટા અવાજ તેમજ મોડીફાયડ સાયલેન્સરવાળા બુલેટ તથા બાઇક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા જેસીપી ડો.લીના પાટીલ દ્વારા સુચના આપવામાં આવી હતી. જેના આધારે ટ્રાફીક પોલીસ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં મોડીફાઇડ સાયસેન્સરવાળા બુલેટ તથા બાઇક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઇ હતી .જેમાં ટ્રાફીક પોલીસ દ્વારા 30 જાન્યુઆરીના રોજ 17 જેટલા બુલેટ ચાલકોને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ એમ વી એક્ટ હેઠળ ડીટેઇન કરવામાં આવ્યા હતા. બુલેટમાંથી સાયલેન્સર કાઢી તેને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવાની તજવીજ શરૂ કરાઇ છે. ત્યારે આગામી દિવસોમાં પણ આવા બાઇક તથા બુલેટ ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.