Vadodara

વડોદરા : પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે થયેલી ક્રૂરતા અંગે આક્રોશ,SSGમાં તબીબોની કેન્ડલ માર્ચ

પીડિતાને ન્યાય અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ :

વોર્ડની અંદર જે જધન્ય અપરાધ થયો એની અમે દરેક વિદ્યાર્થીઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ : ચિંતન સોલંકી

( પ્રતિનિધિ ),વડોદરા.તા.11

પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.ત્યારે, વડોદરાની એસએસસી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર હોય શાંતિ પૂર્વક કેન્ડલ માર્ચ યોજી પીડિતાને ન્યાય આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

જૂનિયર ડોક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની સરકારી મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં મેડિસિન વિભાગના મહિલા તબીબ સાથે હોસ્પિટલ કેમ્પસમાં વોર્ડની અંદર જે જધન્ય અપરાધ થયો એની અમે દરેક વિદ્યાર્થીઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને પીડિતા અને પરિવારને મળતો ન્યાય મળે અને સહારો મળે એટલા માટે આજરોજ એસએસજી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર, ઇન્ટર્ન ડોક્ટર અને વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજી આ પીડિતાની આત્માની શાંતિ તથા પરિવારના લોકોને ન્યાય મળવા માટે રાખી હતી. ભવિષ્યમાં પણ અમે અને અમારી આજુબાજુ કોઈપણ વ્યક્તિ સાથે કેમ્પસની બહાર કોઈપણ વ્યક્તિ સાથે આવી ઘટના ન ઘટે એનું પણ ધ્યાન રાખીએ અને અમારા વહીવટીઓને એવી અપીલ કરીએ છે કે સિક્યુરિટી કડક થી કડક બનાવવામાં આવે તેવા પ્રયત્ન થાય અને પીડિતાના જે પ્રશ્નો અને એમને ન્યાય મળવા માટેની તજવીજ છે એ ઉપલી અધિકારી અને પ્રશાસનને પણ અમારી નમ્ર વિનંતી છે કે જે ન્યાય મળવાનો પ્રયાસ છે તે આગળ વધારે તેમ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો કે, હોસ્પિટલમાં મારી દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડોક્ટરની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top