બોડેલી:
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બોડેલીના નેન્સી પટેલનો પણ ભોગ લેવાની શંકા સેવાઈ રહી છે. બોડેલીના ગંગાનગર સોસાયટીમાં રહેતી નેન્સી પટેલના વડોદરામાં લગ્ન થયા છે.
નેન્સી પટેલ પોતાની દીકરીને મૂકવા એક સપ્તાહ માટે ભારત આવ્યા હતા. દીકરીને મૂકી પરત જતા પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું
બોડેલીની દીકરી નેન્સી પટેલના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે. સમગ્ર બોડેલી પંથકમા શોક ની લાગણી ફેલાઈ છે.
