Vadodara

વડોદરા : પદમલા ગામ પાસે દારૂના વેચાણ પર ક્રાઇમ બ્રાન્ચની રેડ : ત્રણ ઝડપાયાં, એક ફરાર

દારૂ, ત્રણ મોબાઇલ અને મોપેડ મળી રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કરી છાણી પોલીસને સોંપાયો.

વડોદરા જિલ્લાના પદમલા ગામ વિસ્તારમાં નવા બની રહેલા બ્રિજ નીચે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 27 હજારના વિદેશી દારૂ સાથે ત્રણશખ્સોને ઝડપી પાડ્યા હતા. વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ અને મોપડે મળી રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કરી છાણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.  

વડોદરા જિલ્લાના પદમલા ગામ મિની નદીના બ્રિજ નજીક નવા બની  રહેલા રેલવે બ્રિચ નીચે જુયિપીટરની ડીકી તથા થેલામાં વિદેશી દારૂનો જથ્થા રાખીને વેચાણ કરી રહ્યા છે. તેવી બાતમી મળતા ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચે શનિવારે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી ત્રણ જેટલા શખ્સો નવીન ઉર્ફે પ્રકાશ સંજય જાદવ, અક્ષય રાજેન્દ્ર ચાવડા, કિશન માનસિંગ ચાવડાને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિશાલ માનસિંગ ચાવડા સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે જ્યુપિટરની ડિકી તથા થેલામાં ચેકિંગ કરતા 27 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વિદેશી દારૂ, મોપેડ અને ત્રણ મોબાઇલ મળી 1.12 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો.

Most Popular

To Top