Vadodara

વડોદરા : પત્નીને ચાકુનો ઘા માર્યા બાદ પતિનો ફાંસો ખાઇ આપઘાત

પ્રતિનિધિ વડોદરા તા.13

વારસીયા વિસ્તારમાં રાજસ્થાનનું દંપતી રહેતું હતું. પરંતુ પતિ દારૂ પીતો હોય અવારનવાર ઝઘડા હતા. દરમિયાન દારૂ પીને આવેલા પતિએ પત્નીના ગળાના ભાગે ચાકુથી હુમલો કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે લાશને નીચે ઉતારી પીએમ માટે ખસેડી હતી. પત્નીને પણ ઇજા પહોંચી હોય સારવાર માટે એસએસજીમાં ખસેડાઇ હતી. પત્નીએ વારસીયા સ્ટેશન વિસ્તારમાં મૃતક પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનના વાઘારામ સરગરા હાલમાં વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી એસ કે કોલોનીમાં છેલ્લા બેએક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ હાથીખાના વિસ્તારમાં કરીયાણાના દુકાનમાં નોકરી કરતા હતા. જ્યારે તેમની પત્ની જ્યોત્સનાબેન ઘરકામ કરતા હતા. વાઘારામને દારૂ પીવાની ટેવ હતી. જેથી રોજ તેઓ નોકરી પરથી છુટીને આવે તેઓ દારૂ પીને ઘરે આવતા હતા. દરમિયાન રવિવારે સવારે પતિ અને પત્ની ઘરે હાજર હતા. તે દરમિયાન પતિ વાઘારામે પત્ની પાસેથી દારૂ પીવા માટે રૂપિયાના માગણી કરી હતી. પત્નીને રૂપિયા નહી આપતા જબરદસ્તી થેલીમાંથી 20 રૂપિયા  લઇને તેઓ દારૂ પીને આવ્યા બાદ ત્યારબાદ પત્નીની ગળુ દબાવી ચાકુથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ વાઘારામે પણ ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વારસીયા પોલીસને જાણ થતા તાત્કાલિ ઘટના સ્થળ પર પહોચી ગઇ હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં પીએમ લઇ જવામાં આવી હતી. એસએસજીમાં સારવાર લઇ રહેલી પત્નીએ વારસીયા પોલીસ સ્ટેશનમાં મૃતક પતિ ફરિયાદ નોંધાવી છે

Most Popular

To Top