જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જીવતી સળગાવી દઇશ તેવી સસરાએ ધમકી પણ આપી
પ્રતિનિધિ વડોદરા તા.11
મકરપુરા વિસ્તારમાં રહેતા સસરા દ્વારા દીકરો નોકરી પર જાય ત્યારે પુત્રવધૂની શારીરિક છેડતી કરવા સાથે શરીર સંબંધ બાધવા દેવા માટે દબાણ કરતો હતો. છેડતી કરવાની વાત પોલીસને કહેવાનું કહેતા સસરાએ પુત્રવધૂને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. જેથી સસરા વિરુદ્ધ પુત્રવધૂએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરન નવાયાર્ડ વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાત પરિણીતા તેના પતિ તથા સાસ- સસરા સાથે રહેતા હતા. વર્ષ 2023માં જ્યારે પરિણીતાના પતિ નોકરી પર જ્યારે સાસુ દમણ ખાતે ગયા હતા. તે દરમિયાન તેમના સસરાએ પત્ની ગેરહાજરીમા પુત્રવધૂ સાથે અશ્લીલ વાતો કરતા હતા. ઉપરાંત તેની સાથે શરીર સંબંધ બાંધવા માટે પણ દબાણ કરવા લાગ્યા બ હતા. ત્યારબાદ સસરાએ તેમને પકડીને કપડા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુત્રવધૂએ બુમાબુમ કરતા તેઓ જતા રહ્યા હતા. પતિ ઘરે ન હોય ત્યારે સસરા મને જણાવતા હતા કે મારી પત્ની સાથે તો મને કાઇ મજા જ ના આવી અને શારીરિક સુખ ના મળ્યુ. તેને પીરિયડ ક્યારે આવે છે તેવા અશ્લીસ સવાલો કરતા હતા. પરિણીતા તેના પતિને ઘણી વાર જાણ કરી હતી પરંતુ તેઓ સાંભળતા ન હતા. પુત્રવધૂએ પોલીસને છેડતીની જાણ કરવાનું કહેતા સસરાએ જીવતી સળવાગી દઇશ કોઇ ખબર નહી પડે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કંટાળી ગયેલા પુત્રવધૂએ સસરા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.