Vadodara

વડોદરા : પતિનો મોબાઇલ ચેક કરવાનું પત્નીને ભારે પડ્યું, માર માર્યા બાદ સાણસીથી શરીરે ચીપટીઓ ભરી

એકતાનગરની પરિણીતા પર લગ્નના ત્રણ મહિના બાદ પતિએ ત્રાસ આપવાની શરૂ કર્યું , અગાઉ પતિએ માથામાં તપેલી મારી દેતા આઠ ટાકાં આવ્યા હતા

પ્રતિનિધિ વડોદરા તા.20

એકતાનગરમાં રહેતી યુવતી પર લગ્નમાં ત્રણ મહિના બાદ પતિએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધુ હતું. જેમાં પતિ કોઇની સાથે મોબાઇલ પર રાત્રીના ચેટ કરતો હતો. તે બાબતે પૂછતા પતિએ પત્નીને માર માર્યા સાણસીથી શરીર પર ચીપટીઓ ભરી હતી. જો તુ મારા મોબાઇલ ફરીથી ચેક કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી પરીણિતાએ પતિ વિરુદ્ધ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતા તનવીરબેન ઘાંચીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા લગ્ન વર્ષ 2016માં અલ્લારખા હબીબભાઈ ઘાંચી (રહે. મહેફુઝ ડુપ્લેક્ષ, તાંદલજા) સાથે ઈસ્લામીક રીતરીવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર અને પુત્ર છે. મારા પતિએ મારી સાથે લગ્ન થયાના બેથી ત્રણેક મહીના સુધી સારુ વર્તન કરી મને સારી રીતે રાખી હતી. પરંતુ ત્યારબાદ મને કામ સહિતના નાની નાની બાબતમાં બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા હતા. પરંતુ મારો સંસાર યોગ્ય રીતે ચલાવવા સહન કરતી હતી. આજથી ત્રણ વર્ષ પહેલા બકરી ઇદનો તહેવાર હોય નણંદ રેશમાબેન ઘરે આ હતી ત્યારે પતિએ નણંદને રોકડા રૂપિયા આપ્યા હતા. જેથી મે પતિને જણાવ્યું હતું કે તમે ઘરવખરી માટે મને પૈસા આપતા નથી અને તમારી બહેનને આપો છો, ત્યારે તેમણે મારી સાથે ઝઘડો કરી માથામા તપેલી મારી દીધી હતી. લોહીલુહાણ થઇ જતા મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા માથામાં 8 ટાંકા આવ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ એક વાગ્યાના મોબાઇલમા કોઈ સાથે મેસેજથી રાત્રીના ત્રણેક વાગ્યા સુધી વાતો કરતા હતા. જેથી સવારે મારા પતિનો મોબાઈલ ચેક કરવા માટે તેઓની ફીંગર લગાવી તે વખતે મારા પતિ જાગી જતા તેમણે તારા કારણે મારી ઉંઘ ખરાબ થઈ અને તુ મારો મોબાઇલ કેમ ચેક કરતી હતી તેમ કહી બેલ્ટ મારતા બક્કલ માથામાં વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું અને મારા પતિને મને નહી મારવા કહેતા તેણે સાણસી લઈ આવી સાણસી વડે મારા બન્ને હાથે અને પગે ચીપટી ભરવા લાગ્યા હતા. અને ધમકી આપી હતી કે આજે તો હુ તને જાનથી મારી નાખીશ. માથાના આવેલા ટાકાંની સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ગઇ હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે પતિ અલ્લરખા હબીબ ઘાંચી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top