Vadodara

વડોદરા : પડતર માંગણી નહીં સંતોષાતા RTOના ઈન્સ્પેક્ટરો દ્વારા નો લોગ ઈન ડે તરીકે વિરોધ,અરજદારો અટવાયા

ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કામગીરી ખોરવાઈ :

પ્રોબેશન પૂર્ણ કરી કાયમી કરવા પ્રમોશન આપવા સહિતના પ્રશ્ને અધિકારીઓએ સરકાર સામે બાંયો ચડાવી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

બઢતી બદલી સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા વડોદરા આરટીઓમાં ઈન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર આજથી હડતાલ પર ઉતર્યા છે. જાણ કર્યા વિના જ અધિકારીઓ હડતાલ પર ઉતરતા એપોઇન્ટમેન્ટ મેળવી આવેલા અરજદારો અટવાયા હતા. જો કે તેમની અપોઈન્ટમેન્ટ રીશિડ્યુંલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

વડોદરા શહેરની આરટીઓ કચેરી ફરી એક વખત વિવાદમાં જોવા મળી છે. અરજદારોને જાણ કર્યા વિના જ એકાએક હડતાલ પર ઉતરી જતા ફરી એક વખત અરજદારો અટવાયા હતા ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના પ્રોબેશન મળતી બદલી સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ઇલેક્શન અને રોડ સેફટી સિવાયની તમામ કામગીરી નહીં કરીને ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર આજની હડતાલ પર ઉતર્યા છે આવતીકાલે પણ સીએલ પર જશે જેના પગલે આરટીઓનું તમામ કામ ખોરવાઈ પડ્યું છે. હાલ તો અધિકારીઓએ હડતાલ પાડતા એપોઇન્ટમેન્ટ મેળવેલા અરજદારો આરટીઓ કચેરી આવી પહોંચ્યા હતા જો કે કોઈ કામગીરી નહીં થતા તેમને ફોગટ નો ફેરો રહ્યો હતો.આજરોજ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર હોય લોગીન ડે તરીકે વિરોધ કર્યો હતો એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક થી લઈને ડરના મેમાની માંડવાડી વાહન ચેકિંગ સારથી ને લગતી તમામ કામગીરીથી અળગા રહ્યા હતા. નોંધનીય છે કે પાંચ વર્ષ પૂરા થયા બાદ પણ પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરવામાં આવ્યો ન હતો. માત્ર ફરિયાદના આધારે અધિકારીઓના પ્રમોશન અટકાવી રાખવા જેવી નજીવી બાબતોને ધ્યાનમાં લઈને અધિકારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા જોકે માંગણીનો સંતોષાય તો તમામ અધિકારીઓએ એક સાથે મસ્ત લીવ પર ઉતરી જવાની ચીમકી પણ અગાઉ ઉચ્ચારી હતી. જોકે તેમ છતાં આજદિન સુધી રજૂઆત ધ્યાને નહિ લેવાતા વડોદરા આરટીઓ કચેરી ખાતે ઇન્સ્પેક્ટર સબ ઈન્સ્પેકટર હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે બે દિવસ આરટીઓની કામગીરી ઠપ્પ રહેશે. અરજદાર કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા આરટીઓમાં એપોઇન્ટમેન્ટ લીધા પછી અમારો સમય સવારે 10:30 વાગ્યાનો હતો. અમે 9:30 કલાકના આવી ગયા હતા પણ એવી જાણકારી મળી છે કે અહીંયા હડતાલ છે. જોકે કામગીરી થશે કે નહીં થાય. ઇન્સ્પેક્ટર આવ્યા પછી ખબર પડી કે ચાલુ થશે પ્રોસેસ અને સમય પ્રમાણે 12 વાગે ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને અમારું જે ચેક કરવાનું હતું વાહન એ વારાફરતી ચેક કરીને જે પણ એમાં ઇન્સ્પેક્શન કરીને જે ખામી હોય એ બતાવી છે અને ઇન્સ્પેક્શનનું કામ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગળનો પ્રોસેસ શું છે. ખબર નથી કે ઓનલાઈન થશે કે નહીં થાય. અહીંયા કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે. યોગ્ય રીતે જવાબ પણ મળતો નથી. જે ઉપરના લેવલના અધિકારીઓ છે એ એમનું કામ કરી રહ્યા છે તેમ કમલેશભાઈ પરમારએ જણાવ્યું હતું.

Most Popular

To Top