તકલાદી કામગીરી કરવા બદલ કોન્ટ્રાક્ટર અને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ
વડોદરા શહેરમાં એક ખતરનાક પરિસ્થિતિ ઉભી થઈ છે, જ્યાં પંડ્યા બ્રિજ યુનિવર્સિટી હેડ ઓફિસની સામે એક ખુલ્લું ડ્રેનેજ વાહન ચાલકો માટે ખતરો ઉભું કરી રહ્યું છે. ફતેહગંજથી પંડ્યા બ્રિજ તરફના રસ્તા પર આવેલા આ ખુલ્લા ડ્રેનેજ ના કારણે વાહનચાલકો આ વિસ્તારમાં પોતાનો જીવ જોખમમાં મૂકી વાહન ચલાવવા મજબૂર બની રહ્યા છે.

સામાજિક કાર્યકર્તા વિજય જાદવ આ મુદ્દાનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે, ખુલ્લા ડ્રેનેજ પાસે બેનર પોસ્ટર સાથે બેસીને પોતાનો રોષ વ્યક્ત કરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોસ્ટરમાં લખ્યું આવી તકલાદી કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના માળખાગત સુવિધાઓ, જેમાં ડ્રેનેજ સિસ્ટમનો જાળવવા માટે જવાબદાર છે. એન્જિનિયરિંગ, પુલ બાંધકામ અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સનું સંચાલન કરતા વિવિધ વિભાગો સાથે, VMC આ મુદ્દાને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની હોય છે.જેમાં નિષ્ફળ પુરવાર થઈ છે.
નાગરિકોની ફરિયાદ પર ધ્યાન અપાતું નથી
આ સમસ્યાની જાણ કરવા અને ઉકેલ મેળવવા માટે VMC એ તેમના ટોલ-ફ્રી નંબર (1800-233-0265) અથવા ઓનલાઈન ફરિયાદ પોર્ટલ દ્વારા સંપર્ક કરવા પણ અનેક જાહેરાતો અને બેનરો લાગતા છે.પરંતુ શું પાલિકા ને મળતી ઓનલાઈન કે લેખિત ફરિયાદનો ઉકેલ આવે છે ખરો? આ સવાલો એટલે માટે ઉઠે છે કારણ કે શહેર ના અનેક વિસ્તારોમાંથી રોજે રોજ પાલિકા ની કામગીરી પર સવાલો ઉભા થતા રહ્યા છે. નગરજનોએ અનેકવાર ફરિયાદો કરી હોય તેમ છતાં પાલિકાના અધિકારીઓ કામ કરતા નથી.
