Vadodara

વડોદરા : ન્યૂ વીઆઈપી રોડ પર બંધ મકાનમાં રુ.1.83 લાખ મતાની સાફસુફી

પરિવાર દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા ગયો હતો અને મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા
વડોદરા તારીખ 3
વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયારનગર-2માં રહેતો પરિવાર દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે ગયો હતો. ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રુ.1.83 લાખ માલમતાની ચોરી ફરાર થઈ ગયા હતા. મહિલાએ 19 દિવસ બાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ખોડીયાર નગર 2માં રહેતા રેખાબેન ગીરીશભાઈ ગોહિલે પોતાના ઘરમાં દશામાની મુર્તીની સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ દસમા દિવસે એટલે કે 14 ઓગસ્ટના રોજ રેખાબેન સહિત તેમનો પરિવાર મકાનને તાળુ મારી દશામાના મુર્તીનું વિસર્જન કરવા હરણી તળાવ ખાતે ગયા હતા અને ત્યા મોટી સંખ્યામાં લોકોની ભીડ હોય દશામાની મૂર્તિ વિસર્જન કરવા દરજીપુરા ગામની પાસે આવેલા તળાવ પર ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનમાં ખીલ પાડીને ફરાર થઈ ગયા હતા. તળાવ પર પણ વધારે ભીડ હોય આખી રાત સુધી વિસર્જન ચાલ્યું હોય તેઓ સવારે 6.30 વાગ્યે દશામાની મુતી વિર્સજન કરી પરત ઘરે આવ્યા હતા. ત્યારે મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો અને જે ઘરમા સામાન વેરવીખેર પડેલો હતો. તસ્કરો રસોડાની લોખંડની બન્ને તીજોરીનુ લોક તોડી અને ત તીજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.1.83 લાખ માલમતા ની સાફસૂફી કરી ફરાર થઈ ગયા હતા. મહિલાએ 19 ફિવસ્બદ બાપોદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા મહિલાની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top