વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમને લઇને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
પ્રતિનિધિ વડોદરા તા.24
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડોદાર શહેરમાં 26 મેના રોજ પધારવાના છે. ત્યારે તેમના આગમનને લઇને વડોદરાના તંત્ર દ્વારા વડાપ્રધાનનો સ્વાગત કાર્યક્રમનું હરણી એરપોર્ટ ખાતે આયોજન કરાયું છે. જેમાં એરપોર્ટથી વડાપ્રધાનનો રોડ શો નીકળી અરફોર્સ સ્ટેશન ખાતે થવાનો છે. ત્યારે ઓ રોડ શોને લઇને જાહેર જનતાને અગવડ ના પડે તથા ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય તેના માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા નોપાર્કિંગ, નો એન્ટ્રી વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે 26 મેના રોજ સવારના 7 વાગ્યાથી સ્વાગત કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યા સુધી અમલમાં રહેશે. હરણી જુના જકાતનાકા સર્કલથી એરપોર્ટ સર્કલ, પ્રાણાયામ હોસ્પિટલ સુધી રોડની બંને સાઇડ તમામ પ્રકારના વાહનો માટે નોપાર્કિંગ જાહેર કરાયા છે. ઉપરાંત પોસી, કમિશનોરેટ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. જેથી આ સમય દરમિયાન કોઇ રિમોર્ટ કંટ્રોલથી ચાલાતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, તેમજ માનવ સંચાલતિ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર પેરા મોટર, હોટ એર બલુન તથા પેરા જમ્પિંગ પર મનાઇ ફરવવામાં આવી છે. તેમ છતાં કોઇ ડ્રોન સહિતના ઉપકરણો ઉડાવશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.