સુરતના ડીંડોલીમાં રહેતા લોકો પાવાગઢ દર્શન કરી પરત આવી રહ્યા હતા
વડોદરા તા.14
સુરતના ડીંડોલી ખાતે રહેતા 12 જેટલા લોકો બે કારમાં બેસીને પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને ધુળેટીના દિવસે બે કારમાં બેસી પરત સુરત જઈ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે 48 પર વડોદરા થી સુરત જતા હતા. એક કાર આગળ નીકળી ગઈ હતી જ્યારે અન્ય કારના ચાલકનો કાબુ જતા રોડની બાજુમાં કાસમાં ઉતરી પડી હતી અને ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. જેમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોતની પ્રજા હતા જ્યારે પાંચ લોકોને બીજાઓ પહોંચતા પોરના દવાખાને ખસેડાયા હતા.
સુરતના ડીંડોલી ખાતે રહેતા બે પરિવાર 12 જેટલા લોકો બે કારમાં બેસીને પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા.14 માર્ચના રોજ બે કારમાં બેસીને પરત સુરત જવા માટે નીકળ્યા હતા. એક કાર આગળ નીકળી ગઈ હતી જ્યારે વિનયકુમાર અમૃતભાઈ પટેલ બપોરના અઢી વાગે પોતાની કારમાં પોતાના પરિવારના સભ્યોને લઈ વડોદરાથી સુરત જતા હતા. ત્યારે નેશનલ હાઈવે 48 પર પોર ગામની સીમમા આવેલી હર્ટી કંપની પાસેથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે દોડાવતા વિનયભાઈનો સ્ટેરીંગ પરનો કાબુ જતા કાર હાઈવે પર પાણી નિકાલની કાસમાં ઉતરી પડી હતી અને ગુલમોરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે વિનય અમૃત પટેલ તથા કારમાં બેસેલા હીતેષકુમાર પ્રહલાદભાઇ પટેલ (રહે. પ્રાયોસાડ્રીમ ઉમીયામાતાજીના મંદીરની સામે ડીંડોલી સુરત), દીપીકાબેન અમૃતભાઈ પટેલ (રહે.ઓમનગર મહેસાણા નગર-ર ડીંડોલી સુરત શહેર)ને ગંભીર ઇજા થવાના કારણે તેઓનુ સ્થળ પર મોત નીપજયા હતા. જ્યારે કારમાં બેસેલા સાહેદ ચિરાગભાઈ સુરેશભાઈ પટેલ તથા ધ્રુવભાઇ ધર્મેશભાઇ પટેલ તથા વિનયભાઇ જગદીશભાઈ પટેલ તથા જગદીશભાઇ પરષોત્તમભાઈ પટેલ તથા નિરજબેન જગદીશભાઇ પરષોત્તમભાઇ પટેલ ( રહે.તમામ ડીંડોલી સુરત શહેર) ઇજાઓ પહોંચી હતી. વરણામા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને સરવાર માટે પોરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝાડ સાથે અથડાવવાના કારણે કારનો ખુરદો નીકળી ગયો હતો.
