વડોદરા તારીખ 6
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પોર બ્રીજ ઉપર ટ્રકની પાછળ અન્ય ટ્રક ભટકાઈ હતી. ત્યારે આ અકસ્માત કારણે એક ડ્રાઈવર ટ્રકના કેબિનમા ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવી ડ્રાઈવર ને પતરા કાપીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાઇવે પર થયેલા અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાતા અન્ય વાહન ચાલકો એ ભારે હેરાન થવું પડ્યું હતું. પોલીસે ટ્રાફિક હટાવીને રસ્તો પુર્વવત ચાલુ કર્યો હતો.જેથી વાહન ચાલકોને રાહત થઈ હતી.
વડોદરા શહેર નજીક પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર પોર બ્રિજ નજીક ગત 5 ઓક્ટોબરના મોડી રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર ભટકાતા એક ટ્રકનો ચાલક ટ્રકના આગળના કેબીનમાં ફસાઈ ગયો હતો. વડોદરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. કેબિન ના પતરા કાપીને ફાયર બ્રિગેડ દ્વારા ભારે કલાકોની મહેનત પછી ઇજાગ્રસ્ત ચાલકને કેબિન કાપીને સહિ સલામત બહાર કાઢીને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના કારણે વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકના કારણે હેરાન થવું પડ્યું હતું. જેના પગલે પોલીસ ઘટના સ્થળે ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કર્યા બાદ રસ્તો પુનઃ ચાલુ કર્યો હતો.