આજવા ચોકડી પાસે નેશનલ હાઈવે 8 પર આવેલી એલ એન્ડ ટી કંપનીમાંથી રુ. 1.26 લાખના 42 સીપીયુની ચોરી કરનાર બે ચોરને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 24 સીપીયુ મળી રુ. 72 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ધરી છે.
વડોદરાની આજવા ચોકડી નજીક નેશનલ હાઇવે 8 પર આવેલી એલ એન્ડ ટી કંપનીમાંથી ડેલ કંપનીના 42 કોમ્પ્યુટરના સીપીયુની ચોરી થઈ હતી. જેની આઇટી હેડ દ્વારા કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ અને હ્યુમન સોર્સીસના આધારે તસ્કરોની શોધખોળ કરી રહી હતી. દરમિયાન 30 જૂનના રોજ પોલીસની ટીમ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન સીપીયુની ચોરી કરનાર અક્ષય મનુ રોહીત (રહે. તરસાલી શાક માર્કેટ પાસે) અને મયંક ઘનશ્યામ રાય ( રહે. કલાલી)ને ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા એલ એન્ડ ટી કંપનીમાંથી 42 સીપીયુની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેમની પાસેથી 24 સીપીયુ મળી રુ. 72 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.